Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંધકામ સાઈટ પરથી પટકાતા બે પરપ્રાંતિય શ્રમિકના મોત:ફેસ્ટિવ હોલીડે કંપનીનું દંપતી પ્રોફેસર સહિત વિદેશના ટુર પેકેજના નામે 8 લોકોના એડવાન્સ 50.07 લાખ લઇ ફરાર

    10 hours ago

    રાજકોટમાં વધુ એક ટુર ટ્રાવેલ્સના સંચાલક પતિ પત્નીએ અલગ-અલગ 8 લોકો પાસેથી કુલ 50.07 લાખ પડાવી લઇ પરત ન આપતા ફરિયાદ નોંધાઈ છે. જેમાં રાજકોટની નામાંકિત કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ભરતકુમાર વાઢેરએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પરિવાર સાથે વીયેતનામ ફરવા જવા માટે નાનામૌવા ચોક પાસે આવેલ આર.કે. પ્રાઇમ બિલ્ડીંગમાં ફેસ્ટીવ હોલીડેની ઓફીસ ધરાવતા અભીનવ પટેલ અને ધારા પટેલએ મને આઠ નાઇટ અને નવ દિવસનુ પેકેજ આપ્યું હતુ અને આ માટે તેમને કુલ રૂ.3.70 લાખ આપ્યા હતા પરંતુ આ પછી ફોન બંધ કરી દીધો હતો અને ઓફિસ પણ બંધ કરી દેતા છેતરપિંડી થઇ હોવાનું જાણવા મળતા અન્ય 7 લોકો સાથે મળી સંપર્ક કરતા પતિ પત્નીએ કુલ 8 લોકો સાથે રૂ.50.07 લાખ પડાવી લઇ પરત ન આપ છેતરપિંડી આચરી હોવા અંગે ફરિયાદ માલવિયાનગર પોલીસમાં નોંધાવતા હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાંધકામ સાઈટ પરથી પટકાતા બે પરપ્રાંતિય શ્રમિકના મોત રાજકોટમાં બાંધકામ સાઈટ પરથી કામ કરતી વખતે પટકાતા બે પરપ્રાંતિય શ્રમિકના મોત નીપજ્યા છે. આદિત્યકુમાર રામનારાયણ કુશ્વાહ (ઉં.વ.21) ગઈકાલે સવારે 10.45 વાગ્યાં આસપાસ મવડી કણકોટ રોડ, પાણીના ટાંકા પાછળ હરિશ્યામ બિલ્ડીંગ સાઇટ ખાતે હતો ત્યારે 10માં માળે સાઇટ ઉપર કામ કરતા હતા ત્યારે નીચે પટકાતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે બીજા બનાવમાં જલંધર ભીકારામ હરપાલ (ઉં.વ.52) આજે સવારે 11 વાગ્યાં આસપાસ અમીન માર્ગ પર એસ્ટ્રોન સોસાયટી શેરી નંબર 5મા દાનજીભાઈની બાંધકામ સાઇટ ઉપર હતા ત્યારે કામ કરતી વખતે એક માળ ઉપરથી પડી જતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં અવત તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જાણ થતા માલવિયાનગર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રેન્જ આઈજીની ટીમે હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરી ફરાર બે કેદીને પકડી પાડ્યા હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરી નાસી છુટેલ બે કેદીને રેન્જ આઈજીની ટીમે બંગાળ અને તામિલનાડુથી પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જ આઈજી ટિમ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન સ્ટાફને બાતમી મળી હતી કે લાલપુર પોલીસ સ્ટેશનના હત્યાના ગુનાના કામે છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા આરોપી રાહુલ જેકરઅલી શેખને ઝડપી પાડી લાલપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. જ્યારે દેવભૂમિ દ્રારકા જિલ્લાના ઓખા પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કામનો કેદી જેલ ખાતેથી ફર્લો રજા મેળવી છેલ્લા 11 વર્ષથી ફરાર હોય તે કેદી તામીલમણી ઉર્ફે તાવમણી સ્વામીનાથનને પણ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાયોટિંગ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો:ગોધરાના ગોન્દ્રા સર્કલ પાસેથી એલસીબીની ટીમે ઝડપી લીધો
    Next Article
    કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણી:ગઢડામાં કોંગ્રેસે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી વધાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment