Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાયોટિંગ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો:ગોધરાના ગોન્દ્રા સર્કલ પાસેથી એલસીબીની ટીમે ઝડપી લીધો

    11 hours ago

    પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)એ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટિંગના ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતના નિર્દેશ અનુસાર, એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન, એલસીબીના એ.એસ.આઈ. જયેશકુમાર અરવિંદસિંહને માનવ સ્ત્રોતો દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના રાયોટિંગ કેસનો વોન્ટેડ આરોપી સેહજાદ રફીક હયાત ગોન્દ્રા સર્કલ પાસે હાજર હતો. આ બાતમીના આધારે, એલસીબીની ટીમે ગોન્દ્રા સર્કલ વિસ્તારમાં ખાનગી વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન, બાતમી મુજબનો આરોપી મળી આવતા તેને તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    એશિયાનો સૌથી મોટો ચારણકા સોલાર પાર્ક ડૂબ્યો:વંદે ભારત સહિત 6 ટ્રેનો રદ્દ , 200થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો; આગામી ત્રણ કલાક 3 શહેરોમાં રેડ એલર્ટ
    Next Article
    બાંધકામ સાઈટ પરથી પટકાતા બે પરપ્રાંતિય શ્રમિકના મોત:ફેસ્ટિવ હોલીડે કંપનીનું દંપતી પ્રોફેસર સહિત વિદેશના ટુર પેકેજના નામે 8 લોકોના એડવાન્સ 50.07 લાખ લઇ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment