Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામુ આપતા પંચમહાલ યુથ કોંગ્રેસમાં જશ્ન:ગોધરામાં કાર્યકરોએ ચોકલેટ વહેંચી, જોરદાર નારેબાજી સાથે ઉજવણી કરી

    8 hours ago

    કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. ત્યારે આ અહેવાલો સામે આવ્યા બાદ પંચમહાલ યુથ કોંગ્રેસમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ગોધરા ખાતે યુથ કોંગ્રેસના કાર્યકરોએ ચોકલેટ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી. યુથ કોંગ્રેસના કાર્યકરોએ આ ઘટનાને લાંબા સમયથી ચાલી રહેલા યુવા આંદોલનની મોટી જીત ગણાવી હતી. આ પ્રસંગે કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જોરદાર નારેબાજી સાથે ઉજવણી કરી હતી. ઉજવણીના ભાગરૂપે યુથ કોંગ્રેસના કાર્યકરોએ સ્થાનિક લોકોને ચોકલેટનું વિતરણ કર્યું હતું. કાર્યકરોએ જણાવ્યું હતું કે, આંદોલનને મળેલી આ સફળતા યુવાનોના સંઘર્ષનું પરિણામ છે. આ ઉજવણીમાં પંચમહાલ યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મિકી જોસેફ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ચોર્યાસીના ધારાસભ્ય અને કોર્પોરેટરને લોકોએ ઘેર્યા:'રોજીરોટી અમે કમાઈ લઈશું, બસ આ સમસ્યાનો કાયમી નિકાલ કરો', મગોબના સ્થાનિકોની MLAને આક્રંદભરી અપીલ
    Next Article
    BAPS સંસ્થાની ગુરુપુર્ણિમાની ઉજવણી ઓનલાઈન થશે:મહોત્સવની સભાનું પ્રસારણ 29 જુલાઈએ રાત્રે 8:30 વાગ્યાથી શરૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment