Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BAPS સંસ્થાની ગુરુપુર્ણિમાની ઉજવણી ઓનલાઈન થશે:મહોત્સવની સભાનું પ્રસારણ 29 જુલાઈએ રાત્રે 8:30 વાગ્યાથી શરૂ થશે

    7 hours ago

    BAPSમાં ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ દર વર્ષે બોચાસણ ખાતે ઉજવવામાં આવે છે. પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને BAPS સંસ્થા દ્વારા આગામી 29મી જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી ઓનલાઈન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે હરિભક્તોને ઘરે બેઠા જ ગુરુપૂર્ણિમાના ઉત્સવનો લાભ સૌ ઘરે બેસીને ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમ મારફતે લે તે હિતાવહ છે. એટલે ગુરુપૂર્ણિમાના સામૈયા માટે કોઈ બોચાસણ આવે નહીં તેવું જણાવવામાં આવ્યું છે. દર વર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે શિષ્યો ગુરૂના વંદન કરીને તેમના દર્શન અને આર્શીવાદ લેવા ગુરુ પાસે જતા હોય છે. આ જ રીતે દર વર્ષે BAPSના હરિભક્તો માટે બોચાસણ ખાતે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે. પરંતુ હાલની અતિવૃષ્ટિ, અનિશ્ચિત વાતાવરણ અને મુસાફરીની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ ગુરુપૂર્ણિમાના ઉત્સવનો લાભ સૌ ઘરે બેસીને ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા લે તે હિતાવહ છે. ઉત્સવનો સમય ગુરુપૂર્ણિમાના સમૈયા માટે કોઈ બોચાસણ આવે નહીં. સંસ્થા દ્વારા આપણી વેબસાઇટ પર ગુરુપૂર્ણિમા મહોત્સવની સભાનું પ્રસારણ 29 જુલાઈના રાત્રે 8-30થી 10-30 થશે. જેમાં પૂ.વડીલ સંતોના વચનો તથા પ.પૂ. સ્વામીના આશીર્વાદનો લાભ અને ગુરુપૂજન તથા આરતીનો લાભ પણ ઘરે બેઠા લઈ શકાશે. આ આયોજન મુજબ સૌ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવે તે વિનંતી છે. પ.પૂ. મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય પ.પૂ. મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સારું છે. વરસાદી વાતાવરણમાં તેઓ બોચાસણ પધાર્યા નથી. તેઓ હાલ સારંગપુરમાં વિશ્રામ કરી રહ્યા છે. ગુરુપૂર્ણિમાના ઉત્સવે સારંગપુરમાં તેઓનાં દર્શન કે સભાનો કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી. તેથી કોઈએ તે દિવસે તથા તેના આગલા-પાછલા દિવસોમાં પણ સારંગપુર ન જવું. ઘરે રહીને જ પ.પૂ. સ્વામીના દર્શન-આશીર્વાદનો લાભ લેવો. વધુમાં જણાવ્યું છે કે, આજના સંજોગોમાં કોઈ જાનહાનિ કે માલહાનિ ન થાય અને સૌને સુખ-શાંતિ થાય તે માટે આપણે સૌ પ્રાર્થના કરીશું.
    Click here to Read More
    Previous Article
    ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામુ આપતા પંચમહાલ યુથ કોંગ્રેસમાં જશ્ન:ગોધરામાં કાર્યકરોએ ચોકલેટ વહેંચી, જોરદાર નારેબાજી સાથે ઉજવણી કરી
    Next Article
    Jantar Mantar: Dharmendra Pradhan Resignation के एक महीने बाद फिर होगा CJP Protest?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment