Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કાર્યક્રમમાં MLA રાઉલજી ગુસ્સે:રિબન કાપ્યા વિના જ ચાલ્યા ગયા, બોલ્યા- એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને જગાવીશું

    7 hours ago

    ગોધરામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના શરૂઆતના કાર્યક્રમમાં ધારાસભ્ય સી. કે. રાઉલજી અધિકારીઓ સામે નારાજ થયા હતા. શ્રમ વિભાગના અધિકારીઓ હાજર નહોતા અને આયોજન પણ ખરાબ હતું, જેના કારણે તેઓ ગુસ્સે ભરાયા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરામાં પટેલવાડા સ્થિત કડિયા નાકા પાસે આ કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ વિભાગનો એક પણ જવાબદાર અધિકારી કે કર્મચારી સ્થળ પર હાજર નહોતા. એટલું જ નહીં, શ્રમિકો માટે બેસવાની ખુરશીઓની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી. અધિકારીઓની આ બેદરકારી જોઈને ધારાસભ્ય રાઉલજીએ કાર્યક્રમમાં રિબન કાપી નહોતી કે શ્રમિકોને ભોજન પણ પીરસ્યું નહોતું. તેમણે જાહેર મંચ પરથી જ શ્રમ વિભાગના અધિકારીઓ પર આકરા શબ્દોમાં ટીકા કરી હતી. રાઉલજીએ કહ્યું, 'મને માફ કરશો... આ શ્રમિકોનો કાર્યક્રમ છે, અહીં જેમ ફાવે તેમ નહીં ચાલે! પોતાની એસી ચેમ્બરોમાં બેસી રહેતા અધિકારીઓમાં હવે અમારે જાગૃતિ લાવવી પડશે. સરકારી યોજનાઓનો આ રીતે દુરુપયોગ ચલાવી લેવાય નહીં.' આ ઘટનાનો વીડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ જનતા પાર્ટીની તિરંગા રેલી થોડીવારમાં:28 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત; દિલ્હી પોલીસે દીપકેને પ્રદર્શન ન કરવા માટે નોટિસ આપી
    Next Article
    ચકચારી લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો:રાજકોટ પોલીસની 10-15 ટીમોએ 3-4 જિલ્લા અને 2 રાજ્યોની પોલીસની મદદથી 9 કલાકમાં 10 આરોપીને ઝડપી પાડ્યા, શૂઝ અને સીટ-કવરમાં છુપાવ્યું તું સોનું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment