Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં પૂર બાદ જનજીવન સામાન્ય:કલેક્ટરે કહ્યું-વીજળી, રસ્તા અને સંદેશા વ્યવહાર પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી, સર્વે બાદ અસરગ્રસ્તોને સહાય

    9 hours ago

    વલસાડ જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ જનજીવન ધીમે ધીમે સામાન્ય બની રહ્યું છે. જિલ્લા કલેક્ટરે હાલની પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો અને જણાવ્યું કે, વહીવટી તંત્ર દ્વારા વીજળી, રસ્તા અને સંદેશા વ્યવહાર પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. કામગીરીની દિવસમાં ત્રણથી ચાર વખત સમીક્ષા કરવામાં આવી રહી છે અને ટીમો 24 કલાક ફિલ્ડમાં કાર્યરત છે. વીજ પુરવઠા અંગે રાહતના સમાચાર છે કે જિલ્લામાં મોટાભાગનો વીજ પુરવઠો આજે સાંજે 7 વાગ્યા સુધીમાં પૂર્વવત થઈ જશે. મોબાઈલ નેટવર્કમાં 'ઇન્ટર-ઓપરેટેબિલિટી' શરૂ કરવામાં આવી છે, જેથી એક નેટવર્ક ન હોય તો પણ અન્ય નેટવર્ક દ્વારા ફોન કરી શકાશે. આવતીકાલ સાંજ સુધીમાં જિલ્લામાં મોબાઈલ નેટવર્ક સંપૂર્ણપણે પૂર્વવત થવાની શક્યતા છે. નુકસાનીના સર્વેની કામગીરી ગામડાઓ, શહેરો અને નોટિફાઇડ વિસ્તારોમાં શરૂ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્રને આશા છે કે, આવતીકાલ સાંજ સુધીમાં આખું સર્વે કાર્ય પૂર્ણ થઈ જશે. કપરાડા તાલુકામાં સર્વેની કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે. જ્યાં વધુ નુકસાની છે ત્યાં જરૂર પડ્યે વધારાની ટીમો મોકલવામાં આવશે. સર્વે પૂર્ણ થયા બાદ પાત્રતા ધરાવતા લોકોને સહાય ચૂકવવાની કામગીરી શરૂ કરાશે. જે લોકોના આધાર કાર્ડ પૂરમાં તણાઈ ગયા છે અથવા જેમની પાસે બેંક ખાતા નથી, તેમને વહીવટી તંત્ર દ્વારા સીધી રોકડ સહાય (કેશ ડોલ) ચૂકવવામાં આવશે. ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ રોજગારીના નુકસાન (કુટુંબ દીઠ વધુમાં વધુ બે વ્યક્તિ) અને ઘરવખરીના નુકસાન માટે કેશ ડોલ આપવામાં આવશે. પૂરના કારણે જિલ્લામાં બંધ થયેલા અંદાજિત 425 જેટલા રસ્તાઓમાંથી 325 રસ્તાઓ વાહનવ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યા છે. બાકીના રસ્તાઓ આગામી એક-બે દિવસમાં ખુલ્લા મુકાશે. ઉમરગામ જેવા વિસ્તારોમાં રસ્તાના પેચવર્કની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને નેશનલ હાઈવે પણ વાહનવ્યવહાર માટે ચાલુ થઈ ગયો છે. નેશનલ હાઈવે પરનું પેચવર્ક પણ એક-બે દિવસમાં પૂરું થઈ જશે. નગરપાલિકાઓ દ્વારા વધારાના માણસો લગાવીને યુદ્ધના ધોરણે સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. કલેક્ટરે જિલ્લા અને જિલ્લા બહારની સેવાભાવી સંસ્થાઓ તથા ઉદ્યોગપતિઓને ભાવનાત્મક અપીલ કરી છે કે, તેઓ ગરીબ અને અસરગ્રસ્ત લોકોની વહારે આવે. વધારે વરસાદને કારણે ગરીબ તબક્કાના લોકોના ઘરોમાં મોટું નુકસાન થયું છે અને તેઓ મુશ્કેલીમાં છે. કલેક્ટરે અપીલ કરી છે કે, આવા લોકોને કપડાં, બિસ્તર કે અન્ય ઘરવખરીની સહાય પૂરી પાડવામાં આવે. સહાય કરવા ઈચ્છુક દાતાઓ ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો સંપર્ક કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં આરોગ્ય ટીમો સક્રિય:પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે જઈ તપાસ
    Next Article
    સુરેન્દ્રનગરમાં શાક માર્કેટ પાસે વીજ કરંટ લાગતાં યુવાનનું મોત:ગાંધી હોસ્પિટલમાં રખાયો મૃતદેહ, વાલી-વારસોની શોધખોળ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment