Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં શાક માર્કેટ પાસે વીજ કરંટ લાગતાં યુવાનનું મોત:ગાંધી હોસ્પિટલમાં રખાયો મૃતદેહ, વાલી-વારસોની શોધખોળ શરૂ

    8 hours ago

    સુરેન્દ્રનગરમાં મહેતા માર્કેટમાં આવેલ તોપવાળી મેલડી માતાના મંદિરે સેવા-પૂજા કરતા એક યુવાનનું શહેરની શાક માર્કેટ સામે વીજ કરંટ લાગવાથી મોત થયું છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ આધાર કાર્ડના આધારે ગોહિલ કિશોરભાઈ ભીખુભા (ઉંમર આશરે 43 વર્ષ, રહે. લક્ષ્મીપરા, શેરી નં. 2, સુરેન્દ્રનગર) તરીકે થઈ છે. તેઓ વર્ષોથી તોપવાળી મેલડી માતાના મંદિરે સેવા-પૂજા કરતા હતા અને મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા.વીજ કરંટ લાગતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ મૃતદેહ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યો છે. મૃતકના કોઈ વાલી-વારસ અથવા સંબંધીઓનો હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી. જે કોઈ વ્યક્તિને મૃતક ગોહિલ કિશોરભાઈ ભીખુભા અંગે માહિતી હોય અથવા તેમના પરિવારજનો વિશે જાણ હોય, તેઓને તાત્કાલિક ગાંધી હોસ્પિટલ, સુરેન્દ્રનગરનો સંપર્ક કરવા અથવા તોપવાળી મેલડી માતા મંદિરના સંચાલકોનો સંપર્ક કરીને જરૂરી માહિતી પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે, જેથી મૃતકના પરિવારજનો સુધી જાણ કરી શકાય.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં પૂર બાદ જનજીવન સામાન્ય:કલેક્ટરે કહ્યું-વીજળી, રસ્તા અને સંદેશા વ્યવહાર પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી, સર્વે બાદ અસરગ્રસ્તોને સહાય
    Next Article
    'Thank you PM...', Dharmendra Pradhan Resignation के बाद क्या बोल रही Gen Z?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment