Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં આરોગ્ય ટીમો સક્રિય:પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે જઈ તપાસ

    9 hours ago

    તાપી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની મદદ માટે સક્રિય બન્યું છે. કલેક્ટર દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવાના નેતૃત્વમાં આરોગ્ય તંત્ર જનસ્વાસ્થ્યની સુરક્ષા માટે દિવસ-રાત કાર્યરત છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગની કુલ ૫૦૬ ટીમો સતત કાર્યરત છે. આ ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને નાગરિકોનું આરોગ્ય સર્વે અને સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ડોલવણ તાલુકાના બેડચિત અને ભોજપુર ગામોમાં પણ આરોગ્યકર્મીઓએ પહોંચીને અસરગ્રસ્ત નાગરિકોની સ્વાસ્થ્ય તપાસ કરી અને જરૂરિયાતમંદોને દવાઓનું વિતરણ કર્યું હતું. આપત્તિના સમયમાં બાળકો, વૃદ્ધો અને સગર્ભા માતાઓની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા આગામી સમયમાં પ્રસૂતિની સંભાવના ધરાવતી ૧૨૪થી વધુ સગર્ભા માતાઓની વિશેષ ઓળખ કરવામાં આવી છે. આરોગ્યકર્મીઓએ રૂબરૂ મુલાકાત લઈને તેમની યોગ્ય સંભાળ અને કાળજી સુનિશ્ચિત કરી છે. આ ઉપરાંત, ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓને ઘરઆંગણે જ નિયમિત દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ભારે વરસાદ બાદ પાણીજન્ય અને વાહકજન્ય રોગોનો પ્રકોપ ન ફેલાય તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. આરોગ્ય ટીમ દ્વારા પીવાના પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરિન ટેસ્ટિંગ અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મલેરિયા અને ડેન્ગ્યુ જેવી બિમારીઓથી બચવા માટે એન્ટી-લાર્વલ કામગીરી અને સાવચેતીના પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવાએ જાતે સ્થળ મુલાકાત લઈ ગ્રામજનોને શુદ્ધ પાણીનો ઉપયોગ કરવા અને રોગચાળા સામે સાવચેત રહેવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વહીવટી તંત્રની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીથી ગ્રામજનોએ પણ રાહત અનુભવી છે.
    Click here to Read More
    Previous Article
    ચીખલીના યુવાન સાથે 4.07 લાખની છેતરપિંડી:થાર વેચવાના બહાને ઠગાઈ કરનાર આંતરજિલ્લા ટોળકીનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા
    Next Article
    વલસાડમાં પૂર બાદ જનજીવન સામાન્ય:કલેક્ટરે કહ્યું-વીજળી, રસ્તા અને સંદેશા વ્યવહાર પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી, સર્વે બાદ અસરગ્રસ્તોને સહાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment