Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં પૂરના પાણી ઓસર્યા પણ વાહનચાલકો મુશ્કેલીમાં:રસ્તા પર ચીકણો કાદવ પથરાયો, અનેક બાઇક સ્લિપ; તંત્ર સફાઈમાં જોતરાયું

    17 घंटे पहले

    નવસારી જિલ્લામાં પૂર્ણા નદીના પૂરના પાણી ઓસર્યા બાદ સ્થાનિક વાહનચાલકો માટે નવી મુશ્કેલી ઊભી થઈ છે. છેલ્લા બે દિવસથી જળમગ્ન બનેલો વિરાવળથી તવડી અને સાગરા-માણેકપોરને જોડતો મુખ્ય માર્ગ પાણી ઉતરતા અત્યંત ચીકણા કાદવથી ઢંકાઈ ગયો છે, જેના કારણે તે લપસણો બન્યો છે. આ કાદવને કારણે માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે, ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાદવના કારણે અનેક બાઇકચાલકોના વાહન સ્લિપ થઈ ગયા હતા અને તેઓ રસ્તા પર પડી ગયા હતા. સાગરા ગામના રહેવાસી હિરેનભાઈએ જણાવ્યું કે, "અહીંથી પસાર થતાં ઘણી મુસીબતનો સામનો કરવો પડે છે. બાઇક સ્લિપ થઈ જાય છે, નવસારી બજાર જવું હોય તો પણ ચિંતા રહે છે. અત્યાર સુધીમાં આશરે 5થી 6 લોકો બાઇક સાથે સ્લિપ થઈ ચૂક્યા છે. અમારી તંત્રને એક જ અપીલ છે કે આ જગ્યા તાત્કાલિક સાફ કરાવવામાં આવે." વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને આશરે 2 કિલોમીટર લાંબા માર્ગ પરથી કાદવ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારી હાર્દિક સુરાણીએ માહિતી આપતા જણાવ્યું કે, સરકારના માર્ગ અને મકાન વિભાગના સચિવ અને મુખ્ય ઇજનેરના માર્ગદર્શન હેઠળ સવારથી જ કામગીરી શરૂ કરાઈ છે. રસ્તા પરથી કાદવ-કીચડ દૂર કરવા માટે 6 ટ્રેક્ટર, 2 જેસીબી, 25 શ્રમિકો અને 2 ટેન્કર તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીએ વધુમાં ઉમેર્યું કે, નજીક આવેલા તવડી એપ્રોચ રોડ પરના બે બોક્સ કલવર્ટના એપ્રોચમાં થયેલું ધોવાણ વેટ મિક્સ દ્વારા રિસ્ટોર કરી દેવાયું છે. આ ઉપરાંત, તવડી એપ્રોચ રોડ પાસેના રેલવેના ગરનાળામાં 2 ટ્રેક્ટર અને 3 જેસીબી વડે સફાઈ કાર્ય પ્રગતિ હેઠળ છે. આવતીકાલે સાંજ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરીને માર્ગને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે સુરક્ષિત અને પૂર્વવત કરી દેવાશે.
    Click here to Read More
    Previous Article
    સોનગઢમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ:સિનોદ અને નાની ખેરવણ નજીક રસ્તા-કોઝવે પુનઃ શરૂ કરાયા
    Next Article
    પાટણમાં રેડ એલર્ટને પગલે SDRF ટીમ તૈનાત:સાંતલપુર-રાધનપુરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી, 25 જવાનો સ્ટેન્ડબાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment