Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં રેડ એલર્ટને પગલે SDRF ટીમ તૈનાત:સાંતલપુર-રાધનપુરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી, 25 જવાનો સ્ટેન્ડબાય

    16 hours ago

    પાટણ જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટને પગલે, 25 જવાનોની SDRF ટીમ આધુનિક બચાવ સાધનો સાથે પાટણ પહોંચીને તૈનાત કરવામાં આવી છે. હાલમાં પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકાના અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે. વિવિધ સ્થળોએ પાણીના ભારે વહેણમાં વાહનો ફસાવાની ઘટનાઓ પણ બની રહી છે. પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા ફસાયેલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. આવી સ્થિતિમાં, કોઈપણ આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવા માટે SDRFની ટીમ તૈયાર છે. આ ટીમ પાસે રબર બોટ, ફાઇબર બોટ, બોટ માટે BVM મશીન, વૃક્ષ કાપવાના ભારે કટર, લાઈફ બોય જેકેટ અને જનરેટર સહિતના તમામ જરૂરી સાધનો ઉપલબ્ધ છે. સૂચના મળતા જ SDRFની ટીમ સાંતલપુર અને રાધનપુરના અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અભિયાન શરૂ કરશે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં પૂરના પાણી ઓસર્યા પણ વાહનચાલકો મુશ્કેલીમાં:રસ્તા પર ચીકણો કાદવ પથરાયો, અનેક બાઇક સ્લિપ; તંત્ર સફાઈમાં જોતરાયું
    Next Article
    GPSCની મોકૂફ રહેલી પ્રિલિમ પરીક્ષા હવે 1 ઓગસ્ટે યોજાશે:બપોરે 3થી 4 વાગ્યા સુધી પરીક્ષા, નવું સમયપત્રક જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment