Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ:સિનોદ અને નાની ખેરવણ નજીક રસ્તા-કોઝવે પુનઃ શરૂ કરાયા

    19 hours ago

    તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ચોમાસાના ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે મુખ્ય માર્ગો અને કોઝવેને નુકસાન થયું હતું. જોકે, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરીને આ રસ્તાઓ પુનઃ શરૂ કરવામાં આવ્યા છે, જેનાથી સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોને મોટી રાહત મળી છે. સોનગઢ તાલુકાના સિનોદ વડ ફળિયા રોડ પરનો કોઝવે પણ ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. વાહનવ્યવહાર ખોરવાય નહીં તે માટે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગે તાત્કાલિક પગલાં લીધા હતા. કોઝવે પરના એપ્રોચ રોડનું સમારકામ સફળતાપૂર્વક પૂર્ણ કરીને રસ્તો ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. આ જ રીતે, સોનગઢ-ગોડા માર્ગ પર નાની ખેરવણ નજીક પણ ચોમાસાના ભારે વરસાદને કારણે રસ્તો બિસ્માર બન્યો હતો. પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ક્ષતિગ્રસ્ત રસ્તાનું પણ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. માર્ગ પર પડેલા ખાડા પૂરીને અને રસ્તાને સમતલ કરવા માટે ડમ્પર દ્વારા મેટલવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેથી આ માર્ગ પણ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં પાક નુકસાની સર્વે શરૂ:ખેતીવાડી વિભાગની ટીમોએ અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લીધી
    Next Article
    નવસારીમાં પૂરના પાણી ઓસર્યા પણ વાહનચાલકો મુશ્કેલીમાં:રસ્તા પર ચીકણો કાદવ પથરાયો, અનેક બાઇક સ્લિપ; તંત્ર સફાઈમાં જોતરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment