Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં પાક નુકસાની સર્વે શરૂ:ખેતીવાડી વિભાગની ટીમોએ અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લીધી

    21 hours ago

    તાપી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાનની સમીક્ષા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાની સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી અધિકારીના સૂચના અને માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગની વિશેષ સર્વે ટીમોએ ડોલવણ તાલુકાના પદમ ડુંગરી, ચુનાવાડી, પાટી, પંચોલ અને પીપલવાડા જેવા વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. સર્વે દરમિયાન અધિકારીઓ અને તજજ્ઞોની ટીમે પ્રત્યક્ષ ખેતરોમાં જઈને ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિના કારણે ડાંગર, શેરડી સહિતના વિવિધ પાકોને પહોંચેલા નુકસાનનું ઝીણવટભર્યું આકલન કર્યું હતું. આ કામગીરી દરમિયાન ટીમોએ અસરગ્રસ્ત ખેડૂતો સાથે સ્થળ પર જ સીધો સંવાદ સાધીને પાક નુકસાની અંગેની પ્રાથમિક માહિતી એકત્રિત કરી હતી. ખેતીવાડી વિભાગ દ્વારા તમામ પ્રભાવિત ખેતરોનો સર્વે ઝડપથી પૂર્ણ કરીને તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેથી સરકારના નિયમોનુસાર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય અથવા આગામી જરૂરી કાર્યવાહી સમયસર હાથ ધરી શકાય.
    Click here to Read More
    Previous Article
    ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, જંતર-મંતર પર જશ્ન:દીપકેએ ઘૂંટણિયે બેસીને સ્ટેજ પર હાથ પછાડ્યો, CJP સમર્થકોની બેરિકેડિંગ પર ચઢીને સેલ્ફી લીધી; 9 તસવીરો
    Next Article
    સોનગઢમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ:સિનોદ અને નાની ખેરવણ નજીક રસ્તા-કોઝવે પુનઃ શરૂ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment