Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ વિદ્યાર્થીઓની જીત:પાટણ યુનિવર્સિટી ખાતે ફટાકડા ફોડી ઉજવણી

    23 hours ago

    દિલ્હીમાં 36 દિવસથી ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન બાદ શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું છે. આ નિર્ણયને પગલે પાટણ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓ છેલ્લા 36 દિવસથી દિલ્હીમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સહિતના અનેક પગલાં લેવામાં આવ્યા હતા, છતાં તેમનો સંઘર્ષ ચાલુ રહ્યો હતો. આખરે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપતાં વિદ્યાર્થી સંગઠનો અને નેતાઓએ તેને વિદ્યાર્થીઓની મોટી જીત ગણાવી હતી. તેમણે જણાવ્યું કે આ સ્ટ્રાઈક ભવિષ્યમાં NEET જેવી પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓ રોકવા અને વિદ્યાર્થીઓના હિત માટે કરવામાં આવી હતી. આ નિર્ણયના સ્વાગત રૂપે પાટણ યુનિવર્સિટી ખાતે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ, શ્રવણજી ઠાકોર, શંકરજી અને અન્ય વિદ્યાર્થી સંગઠનોના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. તેમણે ફટાકડા ફોડી અને આતશબાજી કરીને આ જીતની ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    કોડીનારમાં બે રેસ્ટોરન્ટ સંચાલકો સામે ગુનો નોંધાયો:પરપ્રાંતીય મજૂરોની નોંધણી ન કરાવતા પોલીસે કાર્યવાહી કરી
    Next Article
    શિક્ષણ ક્ષેત્રે ડમી વિદ્યાર્થીઓનું કૌભાંડ?:જૂનાગઢનું શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં ઝડપાયું: જસદણ કૌભાંડ બાદ ગાંધીનગરથી 45 શંકાસ્પદ વિદ્યાર્થીઓની યાદી આવતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment