Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોડીનારમાં બે રેસ્ટોરન્ટ સંચાલકો સામે ગુનો નોંધાયો:પરપ્રાંતીય મજૂરોની નોંધણી ન કરાવતા પોલીસે કાર્યવાહી કરી

    1 day ago

    ગીર સોમનાથ પોલીસે પરપ્રાંતીય મજૂરોની નોંધણી વગર કામે રાખનાર રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. કોડીનાર વિસ્તારમાં ચેકિંગ દરમિયાન બે રેસ્ટોરન્ટના સંચાલકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ-223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના અમલને સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે કોડીનાર વિસ્તારમાં હોટલ અને રેસ્ટોરન્ટોની તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન, ઉના ઝાપા વિસ્તારમાં આવેલી 'બરીસ્ટા' રેસ્ટોરન્ટમાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખવામાં આવ્યા હોવા છતાં તેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી ન હતી. આ મામલે રેસ્ટોરન્ટના સંચાલક રીયાન મહમદયુસુફ ઝુણેજા (રહે. શેખ ફળિયા, કોડીનાર) સામે ગુનો નોંધાયો છે. તેવી જ રીતે, જીન પ્લોટ વિસ્તારમાં આવેલી 'નૂર ધ ફેમિલી રેસ્ટોરન્ટ'માં પણ પરપ્રાંતીય મજૂરો અંગે પોલીસને જરૂરી માહિતી આપવામાં આવી ન હતી. આથી, તેના સંચાલક હુજયફા અબ્દુલ મિર્ઝા સામે પણ BNS કલમ-223 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, જિલ્લામાં કાર્યરત તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ઉદ્યોગો, કોન્ટ્રાક્ટરો અને મજૂર સપ્લાયરો માટે પરપ્રાંતીય કર્મચારીઓની નિયત નમૂના મુજબની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે. આ સમગ્ર કાર્યવાહી એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ ડી.એમ. કાગડા, પીએસઆઈ આર.એચ. સુવા, હેડ કોન્સ્ટેબલ સંજય હરી અને પોલીસ કોન્સ્ટેબલ કનુ નાજાએ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં મેઘતાંડવથી તબાહી:3 નેશનલ હાઈવે સહિત 648 રસ્તા બંધ, નવસારીના પૂરગ્રસ્તો માટે સહાય જાહેર, 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
    Next Article
    શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ વિદ્યાર્થીઓની જીત:પાટણ યુનિવર્સિટી ખાતે ફટાકડા ફોડી ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment