Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં મેઘતાંડવથી તબાહી:3 નેશનલ હાઈવે સહિત 648 રસ્તા બંધ, નવસારીના પૂરગ્રસ્તો માટે સહાય જાહેર, 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

    1 day ago

    આજે રાજ્યના 180થી વધુ તાલુકાઓમાં વરસાદ આજે બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 180થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વલસાડના કપરાડામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. જ્યારે વાવ-થરાદના દિયોદરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આજે 8 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આજે વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે. જ્યારે અમદાવાદ સહિત 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો સાત જિલ્લમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજ્યના 3 નેશનલ, 30 સ્ટેટ હાઈવે સહિત 648 રસ્તાઓ બંધ રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર બાવળા પાસે પાણી વહી રહ્યું હોવાથી રૂટ ડાઈવર્ટ કરાયો છે. હજુ પણ રાજ્યના 3 નેશનલ હાઈવે, 30 સ્ટેટ હાઈવે સહિત કુલ 648 રસ્તાઓ બંધ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નવસારી જિલ્લાના પૂરગ્રસ્તો માટે સહાયની જાહેરાત નવસારી જિલ્લાના પૂરગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરાઈ છે. પૂરગ્રસ્ત પરિવારોને ઘરવખરીના નુકસાન માટે ₹6,800ની સહાય ચૂકવાશે.જેમાંથી ₹1,800 તાત્કાલિક ચૂકવાશે. ઉપરાંત પશુધનના નુકસાન માટે ગાય-ભેંસ દીઠ ₹37,500 અને બકરી દીઠ ₹22,000ની સહાય ચૂકવાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરત-અમદાવાદમાં હજુ પણ પાંચ થી છ ફૂટ પાણી સુરત અને અમદાવાદના અનેક વિસ્તારોમાં હજુ પણ પાંચ થી છ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. અમદાવાદનો બોપલ-ઘુમા વિસ્તાર પાણીમાં ગરકાવ છે. જ્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં કમરૂ નગરમાં છેલ્લા ચાર દિવસથી પાણી ભરાયેલા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે તંત્ર સજ્જ આગામી 30 જુલાઈએ યોજાનાર માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 2.19 લાખ મતદારો માટે 260 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો 217મો વરઘોડો નીકળ્યો વડોદરામાં દેવપોઢી એકાદશીના પાવન અવસરે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો 217મો ઐતિહાસિક વરઘોડો નીકળ્યો. રાજવી પરિવાર અને હજારો હરિભક્તોની હાજરીમાં ભગવાન ચાંદીના રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજકોટને હાઇકોર્ટની બેન્ચ આપવા ફરી માગ ઉઠી રાજકોટને હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે વધુ એક બેઠક મળી. સૌરાષ્ટ્ર-કચ્છ બાર એસોસિએશનના હોદેદારોએ પણ આ લડતમાં ટેકો જાહેર કર્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પત્નીના પ્રેમીએ પતિ પર ફાયરિંગ કર્યું અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં પત્નીના પ્રેમીએ પતિ પર ફાયરિંગ કર્યું. જેમાં યુવકને ગોળી વાગતા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 5 માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી સુરતમા પાંડેસરામાં બિલ્ડિંગનું કામ કરતી વખતે સીડીનો કાટમાળ માથા પર પડતાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ. શ્રમિકના મોતને પગલે 5 માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    જંતર-મંતર પર દીપકે બોલ્યા- ડેમોક્રેસી કી સુબહ હો ગઈ મામુ:હજુ પહેલી વિકેટ પડી; CJP ડેલિગેશનની જેપી નડ્ડા સાથે મીટિંગ પૂર્ણ
    Next Article
    કોડીનારમાં બે રેસ્ટોરન્ટ સંચાલકો સામે ગુનો નોંધાયો:પરપ્રાંતીય મજૂરોની નોંધણી ન કરાવતા પોલીસે કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment