Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી પ્રોટેસ્ટના નામે બોગસ પોસ્ટ વાયરલ કરનારની ધરપકડ:ફેશન વીડિયો ક્રિએટરે છોકરીની શ્રદ્ધાંજલિના નામે ખોટી અફવા ફેલાવતા સુરત સાયબર ક્રાઈમની કાર્યવાહી

    3 days ago

    સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફેસબુક પર “દિલ્હી જંતર મંતર ખાતે એક છોકરીની ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી” લખાણ અને ફોટો સાથેની બોગસ પોસ્ટ વાયરલ કરનાર આદિત્ય નરેશભાઈ બારૈયા (ઉંમર 25)ની ધરપકડ કરી છે. આરોપી મૂળ ભાવનગરના તળાજાના બેલા ગામનો વતની છે અને હાલ વરાછા, એલ.એચ. રોડ, વિધાતા એપાર્ટમેન્ટ (G-11)માં રહે છે. વ્યવસાયે ફેશન વીડિયો ક્રિએટર એવા આ યુવકે દિલ્હીમાં ચાલતા વિદ્યાર્થીઓના પ્રોટેસ્ટ અંગે લોકોમાં નાહકનો ઉશ્કેરાટ અને અશાંતિ ફેલાવવાના ઈરાદે આ બનાવટી વીડિયો વાયરલ કર્યો હતો. સાયબર ક્રાઈમ બ્રાન્ચની ઝડપી કાર્યવાહી અને આરોપીની ધરપકડ સોશિયલ મીડિયા પર જાહેરમાં શાંતિનો ભંગ થાય અને લોકો ઉશ્કેરાય તેવા અસત્ય વીડિયો ફરતા થતાં જ સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સતર્ક બન્યું હતું. ફેસબુક પર આ વીડિયો સામે આવ્યા બાદ તુરંત જ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો અને ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, સંબંધિત ફેસબુક એકાઉન્ટ વરાછા ખાતેથી ઓપરેટ થઈ રહ્યું છે. જેના આધારે તારીખ 25 જુલાઈ,2026ના રોજ ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેરની ખાસ ટીમે દરોડો પાડીને આરોપી આદિત્ય નરેશભાઈ બારૈયાને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપી સામે કાયદેસરની પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કરીને વધુ ઊંડાણપૂર્વકની તપાસ અર્થે તેને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ વીડિયો તેણે પોતે એડિટ કર્યો હતો કે પછી અન્ય કોઈ જૂથના કહેવાથી વાયરલ કર્યો હતો. BNS અને IT એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો સુરત પોલીસે સમાજમાં શાંતિ અને સદભાવ ડહોળવાનો પ્રયાસ કરનાર આ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની અત્યંત ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, આરોપી સામે BNS-2023 ની કલમ 192, 336(2), 336(4), 353(1) તથા આઈ.ટી. એક્ટ 2008ની કલમ 66(D) હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે. આ કલમો હેઠળ બનાવટી રેકોર્ડ ઊભા કરવા, ચેટ કે વીડિયોમાં હેરાફેરી કરી લોકોને છેતરવા અને જાહેર શાંતિનો ભંગ કરવા માટે કડક સજાની જોગવાઈ છે. પોલીસ દ્વારા આરોપીના મોબાઈલ ફોન અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરીને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેથી વધુ પુરાવા એકત્ર કરી શકાય. સાયબર ક્રાઈમ બ્રાન્ચની નાગરિકોને અપીલ અને ચેતવણી સુરત શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ ઘટનાના સંદર્ભમાં આમ જનતા અને સોશિયલ મીડિયા યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ વિનંતી અને ચેતવણી જારી કરી છે. સાયબર પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે, સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ પર વગર ચકાસણીએ દેશ કે શહેરની શાંતિ જોખમાય તેવી ભ્રામક કે અફવા ફેલાવતી પોસ્ટ શેર કરવી એ કાનૂની વિરોધી ગુનો છે. કોઈપણ વીડિયો કે માહિતીની સત્યતા ચકાસ્યા વિના તેને ફોરવર્ડ કરનાર વ્યક્તિ પણ કાનૂની મુશ્કેલીમાં મુકાઈ શકે છે. સુરત પોલીસ સાયબર સ્પેસ પર સતત વોચ રાખી રહી છે અને કોઈપણ વ્યક્તિ જાહેરમાં ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેની સામે આવી જ કડક અને દાખલારૂપ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બે નવા કેસ:7 માસની બાળકીનું સારવાર દરમિયાન મોત, કુલ મૃત્યુઆંક 6 થયો
    Next Article
    'CMને મોટા બંગલાઓ-VIP વિસ્તારોમાં જવાનો સમય':દુકાનદારે કહ્યું- વેપારીઓની મુશ્કેલી જાણવા કોઈ આવ્યું નહીં, ઇન્દ્રપ્રસ્થ ટાવરની દુકાનોમાં પાણી ઘૂસતાં લાખોનું નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment