Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'CMને મોટા બંગલાઓ-VIP વિસ્તારોમાં જવાનો સમય':દુકાનદારે કહ્યું- વેપારીઓની મુશ્કેલી જાણવા કોઈ આવ્યું નહીં, ઇન્દ્રપ્રસ્થ ટાવરની દુકાનોમાં પાણી ઘૂસતાં લાખોનું નુકસાન

    3 days ago

    અમદાવાદમાં પડેલા ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે. અમદાવાદના હિમાલયા મોલ અને ગુરુકુળ વિસ્તાર નજીક આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં પણ ભારે વરસાદ બાદ ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતા અનેક દુકાનદારોનો માલસામાન પલળી ગયો હતો. ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, કપડાં સહિતના સામાનને ભારે નુકસાન થયું હોવાનો દુકાનદારોનો આક્ષેપ છે. વરસાદી પાણી ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં ઘૂસી ગયું ઇન્દ્રપ્રસ્થ ટાવરના દુકાનદારોના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ દરમિયાન પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતાં વરસાદી પાણી કોમ્પ્લેક્સમાં ઘૂસી ગયું હતું. ધીમે ધીમે પાણી દુકાનોની અંદર પ્રવેશતા વેપારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાક દુકાનદારોને પોતાની દુકાનોમાંથી સામાન બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જોકે પાણી ઝડપથી ભરાતા ઘણો માલ બચાવી શકાયો નહોતો. દુકાનદારોના જણાવ્યા પ્રમાણે, લાખો રૂપિયાનો માલ પાણીમાં પલળી ગયો છે. ‘સમયસર વરસાદી પાણીનો નિકાલ કરાય તો સ્થિતિ ટાળી શકાય’ વેપારીઓનો આક્ષેપ છે કે, દર વર્ષે ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે પાણી દુકાનો સુધી પહોંચી જાય છે. વેપારીઓનું કહેવું છે કે, જો સમયસર વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તો દુકાનોમાં પાણી ભરાવાની સ્થિતિ ટાળી શકાય, પરંતુ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે દર વખતે વરસાદ પડે ત્યારે વેપારીઓને નુકસાનનો સામનો કરવો પડે છે. દુકાનદારોના જણાવ્યા અનુસાર, દુકાનોમાં પાણી ભરાઈ જતા લાખો રૂપિયાનો માલસામાન નુકસાન પામ્યો છે. ઘણા વેપારીઓ માટે આ માત્ર માલસામાનનું નુકસાન નથી, પરંતુ આખા વર્ષના વેપાર પર ગંભીર અસર સમાન છે. ‘દુકાનમાં કાદવ સાફ કરે કે નુકસાનની ગણતરી કરે?’ વેપારીઓનું કહેવું છે કે, વરસાદી પાણી દુકાનોમાં ઘૂસ્યા બાદ સામાનને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ પાણીનું પ્રમાણ વધુ હોવાથી સમયસર માલસામાનને બચાવી શકાયો નહોતો. હવે વેપારીઓ સામે બેવડી મુશ્કેલી ઉભી થઈ છે. એક તરફ દુકાનોમાં ભરાયેલું પાણી અને કાદવ સાફ કરવાની મુશ્કેલી છે, તો બીજી તરફ લાખો રૂપિયાના માલસામાનનું નુકસાન થયું છે. ‘આગામી ચોમાસા પહેલાં ડ્રેનેજ-વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરો’ ઇન્દ્રપ્રસ્થ ટાવરના વેપારીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. વેપારીઓની માગ છે કે, વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. વેપારીઓનું કહેવું છે કે, માત્ર વરસાદ બાદ પાણી બહાર કાઢવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. આગામી ચોમાસા પહેલાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની યોગ્ય તપાસ કરી જરૂરી કામગીરી કરવી જોઈએ. સાથે જ, જે વેપારીઓને ભારે નુકસાન થયું છે, તેમની સમસ્યાને પણ તંત્રએ ગંભીરતાથી લેવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે. ‘પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવો’ અમદાવાદમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે, પરંતુ આ વખતે પાણી દુકાનોની અંદર ઘૂસી જતા વેપારીઓને સીધો આર્થિક ફટકો પડ્યો છે. હવે સવાલ એ છે કે, ચોમાસા દરમિયાન પાણી ભરાવાની આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? શું દર વર્ષે વરસાદ બાદ વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડશે? કે પછી તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવશે? ઇન્દ્રપ્રસ્થ ટાવરના દુકાનદારો હવે તંત્ર પાસે માત્ર તાત્કાલિક રાહત નહીં, પરંતુ પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલની માગ કરી રહ્યા છે. ‘હજુ સુધી કોઈ અધિકારી કે સરકારનો પ્રતિનિધિ જોવા આવ્યો નથી’ મોબાઈલ એસેસરીઝની દુકાન ચલાવતા એક વેપારીએ જણાવ્યું હતું કે, વરસાદ દરમિયાન દુકાનનો મોટાભાગનો હિસ્સો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને અંદાજે લાખોનું નુકસાન થયું છે. જેના કારણે સરકારી મદદ મોડી પડતાં તેનો કોઈ ખાસ લાભ થયો નહીં. વેપારીએ વધુમાં જણાવ્યું કે, હજુ સુધી કોઈ અધિકારી કે સરકારનો પ્રતિનિધિ નુકસાનની સ્થિતિ જોવા આવ્યો નથી. ‘નુકસાનનું સર્વે કરીને યોગ્ય સહાય આપવાની માગ’ વેપારીઓ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, મોટા બંગલાઓ અને VIP વિસ્તારોમાં CM, નેતાઓ અને અધિકારીઓ મુલાકાતે જાય છે, પરંતુ સામાન્ય વેપારીઓની મુશ્કેલી જાણવા કોઈ આવ્યું નથી. વેપારીએ કહ્યું કે, તેઓ નિયમિતપણે કોર્પોરેશનનો ટેક્સ ભરે છે, તેમ છતાં મુશ્કેલીના સમયે તંત્રની મદદ સમયસર મળી નથી. ભારે વરસાદ બાદ હવે વેપારીઓ સરકાર અને કોર્પોરેશન પાસે નુકસાનનું સર્વે કરીને યોગ્ય સહાય આપવાની માગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી પ્રોટેસ્ટના નામે બોગસ પોસ્ટ વાયરલ કરનારની ધરપકડ:ફેશન વીડિયો ક્રિએટરે છોકરીની શ્રદ્ધાંજલિના નામે ખોટી અફવા ફેલાવતા સુરત સાયબર ક્રાઈમની કાર્યવાહી
    Next Article
    દેવગઢ બારીયા નગરપાલિકા પેટાચૂંટણી પર હાઇકોર્ટનો મોટો આદેશ:ગેરલાયક ઠરેલા સભ્યો પૈકી ૨ બેઠકો પર હાઇકોર્ટે આપ્યો સ્ટે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment