Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંદરણા-સનાળા માર્ગ પર વાહનવ્યવહાર પૂર્વવત શરૂ:પાણી ભરાયેલા માર્ગો પર બેરિકેટિંગ અને સુરક્ષા જાળવવા કલેક્ટરના આદેશ

    8 hours ago

    મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે સુરક્ષાના કારણોસર બંધ કરાયેલો આંદરણા-સનાળા (તળાવીયા) માર્ગ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. ઘોડાધ્રોઈ નદીના કોઝ-વે પરથી પૂરના પાણી ઓસર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ માર્ગની સલામતી અને વાહનવ્યવહારની સ્થિતિની સમીક્ષા કરવા સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓ સાથે વર્તમાન પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે સૂચના આપી હતી કે, જિલ્લામાં જ્યાં પણ માર્ગો કે કોઝ-વે પર હજુ પણ પાણી ભરાયેલું હોય, ત્યાં તાત્કાલિક બેરિકેટિંગ કરી વાહનવ્યવહાર બંધ રાખવામાં આવે. જરૂર જણાય ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો.આ સ્થળ મુલાકાત દરમિયાન મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના કાર્યપાલક ઇજનેર દિવ્યેશ બાવરવા અને સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર હરદીપ છૈયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વિજાપુર-હિંમતનગર હાઇ-વે પર અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત:અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો, પોલીસે વાલીવારસની શોધખોળ આદરી
    Next Article
    53 દિવસથી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા માસૂમે આખરે દમ તોડ્યો:સુરતમાં રમતાં-રમતાં ગળામાં દોરીનો આંટો આવતા 11 વર્ષના આકાશનું મોત, શ્રમજીવી પરિવારમાં ઘેરો શોક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment