Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજાપુર-હિંમતનગર હાઇ-વે પર અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત:અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો, પોલીસે વાલીવારસની શોધખોળ આદરી

    9 hours ago

    વિજાપુર-હિંમતનગર હાઇ-વે રોડ પર કનકપુરા પાટીયા નજીક ગત 18 જુલાઈના રોજ સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા આશરે 60 વર્ષીય અજાણ્યા વૃદ્ધનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા હતા. આ મામલે વિજાપુર પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી મૃતકના વાલીવારસને શોધવા તજવીજ હાથ ધરી છે. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર ઘટનાની વિગત મુજબ ગત 18 જુલાઈના રોજ કનકપુરા પાટીયા નજીકથી પસાર થઈ રહેલા આશરે 60 વર્ષની વયના અજાણ્યા વૃદ્ધને એક અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધના ડાબા પગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. હિંમતનગરથી અમદાવાદ સિવિલ ખસેડાયા હતા ઈજાગ્રસ્ત વૃદ્ધને સ્થાનિકો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની નાજુક સ્થિતિને ધ્યાને રાખીને વધુ આધુનિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સતત સારવાર હેઠળ રહ્યા બાદ ગત 23 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યાના સુમારે તેમનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ માટે પોલીસની અપીલ અકસ્માત અંગે વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતક અજાણ્યા પુરુષના નામ-સરનામા કે સગા-સંબંધીઓની કોઈ માહિતી મળી ન હોવાથી તેમની ઓળખ વિધિ માટે પાર્થિવ દેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. વિજાપુર પોલીસ દ્વારા મૃતકના વાલીવારસ અંગે કોઈ પણ માહિતી મળે તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    સુબહ હો ગઈ મામુ, જનતા જાગ ગઈ:દીપકે કહ્યું- આ પહેલી વિકેટ છે, અમે અહીં જ નહીં અટકીએ, આ તો માત્ર શરૂઆત છે
    Next Article
    આંદરણા-સનાળા માર્ગ પર વાહનવ્યવહાર પૂર્વવત શરૂ:પાણી ભરાયેલા માર્ગો પર બેરિકેટિંગ અને સુરક્ષા જાળવવા કલેક્ટરના આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment