Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    53 દિવસથી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા માસૂમે આખરે દમ તોડ્યો:સુરતમાં રમતાં-રમતાં ગળામાં દોરીનો આંટો આવતા 11 વર્ષના આકાશનું મોત, શ્રમજીવી પરિવારમાં ઘેરો શોક

    7 hours ago

    ઘરમાં રહેલાં રમકડાં કે સામાન્ય વસ્તુઓ પણ ક્યારેક માસૂમ બાળકો માટે કાળ સાબિત થઈ શકે છે, તેનો વધુ એક કાળજું કંપાવી દેનારો કિસ્સો સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. ઘરમાં ધાબા પર કપડાં સુકવવાની સાધારણ દોરી સાથે રમી રહેલા 11 વર્ષીય માસૂમ બાળક આકાશના ગળામાં અકસ્માતે દોરીનો ફાંસો આવી જતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. ઘટના બાદ તબીબોની અંદાજે 53 દિવસ સુધી ચાલેલી સારવાર છતાં, આજે આ માસૂમે અંતિમ શ્વાસ લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. આ કરુણ ઘટનાએ સુરત શહેરના દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન છે. રમતાં રમતાં દોરી ગળામાં વિટાઈ ગઈ હતી મળતી માહિતી અનુસાર, ડિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતો 11 વર્ષીય આકાશ નિર્દોષ વયે ઘરના અન્ય બાળકોની જેમ ધાબા પર રમી રહ્યો હતો. ધાબા પર પરિવારના કપડાં સુકવવા દોરીઓ બાંધેલી હતી. બાળક રમત-રમતમાં ધાબા પર લટકતી આ દોરીઓ નજીક પહોંચ્યો હતો. રમતાં રમતાં દોરીનો એક આંટો તેના નાજુક ગળાની ફરતે ફસાઈ ગયો હતો. ક્ષણવારમાં જ દોરીનો ફાંસો કસાતાં બાળક ગૂંગળાઈ ગયો હતો. બાળકને ગળામાં દોરી ફસાયેલી હાલતમાં જોઈને પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ભારે દબાણના કારણે માસૂમ બાળક બેભાન થયું ઘટના સમયે ઘરમાં હાજર બાળકના પિતાને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવતાં જ તેઓ તાત્કાલિક ધાબા તરફ દોડી ગયા હતા. તેમણે સમયસૂચકતા વાપરીને સહેજ પણ વિલંબ કર્યા વગર બાળકના ગળામાંથી કસાયેલી દોરી કાઢી લીધી હતી. જોકે, ગળાના ભાગે ભારે દબાણ આવવાને કારણે માસૂમ આકાશ બેભાન થઈ ગયો હતો. પરિવારજનોએ તેને એક ક્ષણનો પણ બગાડ કર્યા વિના નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સઘન તબીબી સારવાર માટે 3 જૂન, 2026ના રોજ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. 53 દિવસથી માસૂમ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હતો સુરત સિવિલ હોસ્પિટલના તબીબોની વિશેષ ટીમ દ્વારા બાળકને આઈસીયુ વોર્ડમાં રાખીને બચાવવાના તમામ શક્ય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તબીબો, નર્સિંગ સ્ટાફ અને પરિવારજનો બાળકના સ્વાસ્થ્યમાં સુધારો આવે તેવી ઈશ્વર પાસે નિરંતર પ્રાર્થના કરી રહ્યા હતા. છેલ્લા 53 દિવસથી માસૂમ આકાશ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. તબીબોની અથાક મહેનત છતાં, બાળકની શારીરિક સ્થિતિમાં સુધારો ન આવતાં આજે, 25 જુલાઈ 2026ના રોજ સારવાર દરમિયાન આકાશે અંતિમ શ્વાસ લીધા હતા. 11 વર્ષના માસૂમ બાળકના કરુણ અવસાનથી સિવિલ હોસ્પિટલ પરિસરમાં પણ કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આકાશના મોતથી પરિવારમાં ઘેરો શોક મૃતક આકાશના પિતા સુરતના સ્થાનિક ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં મજૂરી કરીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. ખૂબ જ મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આ શ્રમજીવી પરિવારમાં માતા-પિતા ઉપરાંત એક મોટી બહેન અને એક નાનો ભાઈ છે. આકાશ ઘરમાં વચલો પુત્ર હતો અને પોતાના હસમુખા સ્વભાવથી પરિવારનો વહાલો હતો. જોકે આજે તેને અંતિમ શ્વાસ લેતા તેને પીએમ માટે પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આંદરણા-સનાળા માર્ગ પર વાહનવ્યવહાર પૂર્વવત શરૂ:પાણી ભરાયેલા માર્ગો પર બેરિકેટિંગ અને સુરક્ષા જાળવવા કલેક્ટરના આદેશ
    Next Article
    जश्न में डूबा जंतर-मंतर, देश भर में ख़ुशी की लहर, वाह जेन ज़ी वाह, कर दिया कमाल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment