Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓટો મોબાઈલ કંપનીમાં વીજ કરંટથી યુવકનું મોત:દેણા ગામના યુવકના પરિવારજનોનો હોબાળો; યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી

    16 hours ago

    વડોદરાના દેણા ગામના યુવકનું ઓટો મોબાઇલ કંપનીમાં ફરાર દરમ્યાન વીજ કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું હતું. આ યુવકને વીજકરંટ લાગતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે તેઓનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. પરિવારજનોના કંપની પર ગંભીર આક્ષેપો છે અને જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે. આ મામલે મંજુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી વડોદરા નજીક દેણા ગામમાં લીમડી ફળિયામાં રહેતા 30 વર્ષીય અજય પરમારનું વીજ કરંટથી મોત થતા પરિવારજનોને યોગ્ય વળતરની માંગ કરી છે. આ યુવકનું પોસ્ટમોર્ટમ સયાજી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું જ્યાં પરિવારજનો અને સામાજિક આગેવાન એકત્રિત થઈ મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે. જ્યાં સુધી કંપની તરફથી યોગ્ય વળતર નહીં અપાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે. કંપનીના માલિકની બેદરકારી હોવાનો આક્ષેપ આ અંગે સામાજિક આગેવાન લખન દરબારે જણાવ્યું હતું કે, વડોદરાના દેના ગામના 30 વર્ષીય યુવક અજય પરમારનું વેમાલી વિસ્તારમાં આવેલી વીજી ઓટોમોબાઇલ કંપનીમાં નોકરી દરમિયાન કરંટ લાગવાથી કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના કંપની માલિક અને અધિકારીઓની ગંભીર બેદરકારીના કારણે બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના બાદ યુવકને એમ્બ્યુલન્સના બદલે ખાનગી વાહનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જેને પણ કંપનીની મોટી બેદરકારી ગણાવવામાં આવી છે. બનાવના બે દિવસ વીતી ગયા હોવા છતાં કંપની તંત્ર દ્વારા પીડિત પરિવાર માટે હજુ સુધી કોઈ વળતરની જાહેરાત કરવામાં આવી નથી. લડતમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જોડાશે આ અન્યાય સામે સામાજિક આગેવાન લખન દરબારે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતેથી વિરોધ નોંધાવતા જાહેરાત કરી છે કે જ્યાં સુધી મૃતકના પરિવારને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી તેઓ અન્નનો ત્યાગ કરશે અને પરિવાર મૃતદેહનો સ્વીકાર કરશે નહીં. આ લડતમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત અને વિદ્યાર્થી નેતા અલ્પેશ પુરોહિત સહિત ગુજરાતના વિવિધ આગેવાનો પણ જોડાશે. ઘરમાં કમાનાર એકમાત્ર યુવાન ગુમાવનાર પીડિત પરિવારને યોગ્ય આર્થિક સહારો અને ન્યાય ન મળે ત્યાં સુધી આ આંદોલન અને લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી પાસે નર્મદા કેનાલમાં પડ્યું ગાબડું:જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ઘટનાસ્થળે પહોંચી લીધી મુલાકાત,યુદ્ધના ધોરણે સમારકામ અને પાક નુકસાનીના સર્વેનો આદેશ
    Next Article
    મચ્છુ-2 ડેમ 100% ભરાયો, મોરબીને પાણીની રાહત:મેયર, ધારાસભ્ય, કલેક્ટરની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી જળપૂજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment