Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી પાસે નર્મદા કેનાલમાં પડ્યું ગાબડું:જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ઘટનાસ્થળે પહોંચી લીધી મુલાકાત,યુદ્ધના ધોરણે સમારકામ અને પાક નુકસાનીના સર્વેનો આદેશ

    17 hours ago

    મોરબી નજીક ઘૂંટુ ગામ પાસે આવેલી નર્મદા બ્રાંચ કેનાલ (108 કિમી, 720 મીટર સાંકળ)માં ગાબડું પડ્યું હતું. આ ઘટના બાદ જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે કેનાલમાંથી કાલિન્દ્રી નદી તરફ વહી રહેલા પાણીની સ્થિતિનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. સ્થળ તપાસ દરમિયાન કલેક્ટરે નર્મદા નિગમના અધિકારીઓને કડક સૂચના આપી હતી કે કેનાલમાં પાણીનું સ્તર ઘટતાં જ યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવે. તેમણે સમારકામ ઝડપથી પૂર્ણ કરી કેનાલને ફરી કાર્યરત કરવા પર ભાર મૂક્યો હતો. કલેક્ટર સ્વપ્નિલ ખરેએ વધુમાં જણાવ્યું હતું કે જો કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં પ્રવેશવાથી પાકને નુકસાન થયું હોય, તો તાત્કાલિક સર્વે હાથ ધરી સરકારના નિયમો મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવે. અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય માટેની પ્રક્રિયા શરૂ કરવા પણ તેમણે સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર, નર્મદા મોરબી બ્રાંચ કેનાલના કાર્યપાલક ઇજનેર એમ.એ. ખોલિયા અને નાયબ કાર્યપાલક ઇજનેર એમ.ડી. બાવરવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગૌ સન્માન આહ્વાન અભિયાન:સુરતમાં મહિલાઓએ આપ્યું પોતાનું લોહી, રક્તથી લખાયેલા આવેદનપત્ર અને લાલ કાપડની પોટલીઓમાં હસ્તાક્ષર કલેક્ટરને સોંપાશે
    Next Article
    ઓટો મોબાઈલ કંપનીમાં વીજ કરંટથી યુવકનું મોત:દેણા ગામના યુવકના પરિવારજનોનો હોબાળો; યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment