Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌ સન્માન આહ્વાન અભિયાન:સુરતમાં મહિલાઓએ આપ્યું પોતાનું લોહી, રક્તથી લખાયેલા આવેદનપત્ર અને લાલ કાપડની પોટલીઓમાં હસ્તાક્ષર કલેક્ટરને સોંપાશે

    18 hours ago

    સમગ્ર ભારતવર્ષમાં ગૌમાતાને 'રાષ્ટ્રમાતા'નો બંધારણીય દરજ્જો અપાવવા અને ભારતભૂમિને ગૌવધના કલંકથી સંપૂર્ણપણે મુક્ત કરવા માટે 'ગૌ સન્માન આહ્વાન અભિયાન' પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં ગૌભક્તો દ્વારા વિવિધ નવતર વિરોધ પ્રદર્શનો અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં પણ આ ઝુંબેશ અત્યંત આક્રમક અને ભાવનાત્મક રૂપ ધારણ કરી ચૂકી છે. સિરેમોનિયલ અને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં માત્ર વેપારીઓ જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં મહિલાઓએ પણ રક્ત આપીને વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિના નામે રક્ત-પત્રો લખ્યા હતા. ગૌમાતાના રક્ષણ માટે મહિલાઓ દ્વારા પોતાનું લોહી આપીને પત્ર લખવાની આ ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જગાવ્યો છે. મહિલાઓએ ભાવુક બનીને જણાવ્યું હતું કે, જે દેશમાં ગૌમાતાને પૂજનીય માનવામાં આવે છે, તે દેશમાં દરરોજ હજારો દેશી ગોવંશની કતલ થાય તે સહન કરી શકાય તેમ નથી. ગૌભક્તોએ રક્ત-પત્રમાં સ્પષ્ટ માંગ કરી છે કે "ગાય એ ભારતના સનાતન ધર્મનો પ્રાણ છે. આજે જ્યારે ગૌમાતાનું રક્ત રસ્તાઓ પર વહી રહ્યું છે, ત્યારે અમે અમારા શરીરનું રક્ત આપીને સરકારને આગ્રહ કરીએ છીએ કે ભારતની પવિત્ર ભૂમિ પર હવે એક પણ ગાયનું લોહી ન વહેવું જોઈએ." લાલ કાપડની પોટલીઓ અને બળદગાડીઓ સાથે કલેક્ટર કચેરીએ રેલી યોજાશે આ અભિયાન માત્ર પત્ર લેખન પૂરતું સીમિત ન રહેતા એક જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. સમગ્ર સુરત શહેરમાંથી ગૌમાતાના સન્માન અને સુરક્ષા માટે લાખો નાગરિકોના હસ્તાક્ષરો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ એકત્રિત કરાયેલા હસ્તાક્ષરોને અત્યંત પવિત્રતા સાથે લાલ રંગના કાપડમાં બાંધીને વિશાળ પોટલાંઓ (પોટલીઓ) તૈયાર કરવામાં આવી રહ્યા છે. આવનારી 27 જુલાઈના રોજ આ હસ્તાક્ષર ભરેલી પોટલીઓને પરંપરાગત બળદગાડીઓમાં મૂકીને એક વિશાળ અને ભવ્ય રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી લઈ જવામાં આવશે. વેપારી સંગઠનો, સામાજિક સંસ્થાઓ અને મહિલા મંડળોએ એકજુટ થઈને આ રેલીમાં જોડાઈને તેને ઐતિહાસિક બનાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે. અભિયાનના બીજા ચરણના ભાગરૂપે 27 જુલાઈના રોજ સુરતની પવિત્ર ધરતી પર વૃંદાવનથી પધારેલા મહા મલૂક પીઠાધીશ્વર જગદ્ગુરુ દ્વારાચાર્ય ડૉ. રાજેન્દ્રદાસજી દેવાચાર્ય મહારાજ અને ગ્વાલ સંત ગોપાલાનંદ સરસ્વતી જી વિશેષરૂપે ઉપસ્થિત રહેશે. સવારે 8:00 થી 9:15 વાગ્યા સુધી સહારા દરવાજા સ્થિત મહારાજા અગ્રસેન ભવનમાં પૂજ્ય સંતોની સાનિધ્યમાં હજારો ગૌભક્તો દ્વારા "શ્રી રામ જય રામ જય જય રામ" વિજય મંત્રનો અખંડ કીર્તન-જાપ કરવામાં આવશે. કીર્તન બાદ અગ્રસેન ભવનથી વિશાળ જનમેદની રેલી સ્વરૂપે વનિતા વિશ્રામ સ્થળ પહોંચશે અને ત્યાંથી તમામ સંસ્થાઓ તથા નાગરિકો એકત્રિત થઈને સીધા જિલ્લા સેવા સદન (કલેક્ટર કચેરી) તરફ પ્રયાણ કરશે. દેશના 790 જિલ્લામાંથી 15 કરોડ હસ્તાક્ષરો સોંપાશે: સંત ગોપાલાનંદ સરસ્વતી કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપતા ગ્વાલ સંત ગોપાલાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, ગૌ સન્માન આહ્વાન અભિયાન છેલ્લા એક વર્ષથી દેશભરમાં નિરંતર ચાલી રહ્યું છે. પ્રથમ ચરણમાં દેશભરમાંથી 5 કરોડ હસ્તાક્ષરો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા હતા. હવે દ્વિતીય ચરણ અંતર્ગત 27 જુલાઈના રોજ સમગ્ર ભારતના 790 જિલ્લા કેન્દ્રો પરથી એકસાથે 15 કરોડ હસ્તાક્ષરો જિલ્લા કલેક્ટરના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિ, માનનીય વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવશે. આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો, કેન્દ્રીય ગોપાલન મંત્રાલયની રચના કરવી અને ગૌસેવા માટે રાષ્ટ્રીય નીતિ બનાવવાનો છે. ગૌરક્ષણ માટે સુરતના વેપારીઓ અને નાગરિકોનો અપ્રતિમ ઉત્સાહ સુરત હંમેશા સામાજિક અને ધાર્મિક કાર્યોમાં અગ્રેસર રહ્યું છે, ત્યારે ગૌ સન્માન આહ્વાન અભિયાનને સફળ બનાવવા માટે શહેરના તમામ ટેક્સટાઇલ માર્કેટો, ડાયમંડ એસોસિએશન અને સ્થાનિક રહેવાસીઓએ સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. વેપારીઓએ પોતાના પ્રતિષ્ઠાનો અને માર્કેટોમાં પોસ્ટર-બેનરો લગાવીને ગૌરક્ષણનો સંદેશ વહેતો કર્યો છે. 27 જુલાઈએ યોજાનાર આ મહા-અભિયાનમાં સમગ્ર સુરત શહેર સ્વયંભૂ જોડાઈને ગૌમાતાના સન્માનમાં પોતાની ભાગીદારી નોંધાવશે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા પુરવઠા અધિકારીએ DEOC-બોટાદની મુલાકાત લીધી:ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી, જરૂરી સૂચનાઓ આપી
    Next Article
    મોરબી પાસે નર્મદા કેનાલમાં પડ્યું ગાબડું:જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ઘટનાસ્થળે પહોંચી લીધી મુલાકાત,યુદ્ધના ધોરણે સમારકામ અને પાક નુકસાનીના સર્વેનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment