Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે વરસાદની આગાહીના પગલે ગીર સોમનાથ તંત્ર એલર્ટ:કલેક્ટરે DEOCની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી

    19 hours ago

    રાજ્યમાં ચોમાસું સક્રિય થતાં અને આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC)ની મુલાકાત લઈ આપત્તિ વ્યવસ્થાપન માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. કલેક્ટરે સંભવિત પૂર, પાણી ભરાવા, માર્ગ અવરોધ અને અન્ય કુદરતી આપત્તિની સ્થિતિમાં તંત્ર ઝડપી પ્રતિસાદ આપી શકે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં 24 કલાક ફરજ બજાવતા સ્ટાફની હાજરી, ફરિયાદો નોંધવાની પ્રક્રિયા અને સંચાર વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. કોઈપણ આપત્તિ સમયે લોકોને તાત્કાલિક સહાય મળી રહે અને રાહત કામગીરીમાં વિલંબ ન થાય તે માટે તમામ વિભાગોને સતત સંકલન સાથે કામગીરી કરવા સૂચના અપાઈ હતી. કલેક્ટરે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની પણ સમીક્ષા કરી હતી. પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, માર્ગ અને મકાન વિભાગ, વીજ વિભાગ સહિત તમામ સંબંધિત એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન જળવાઈ રહે તે પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવા અને બચાવ ટીમોને તૈયાર રાખવા પણ સૂચનાઓ અપાઈ હતી. અધિકારીઓને નીચાણવાળા વિસ્તારો, નદી-નાળાઓ, ડેમ અને પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારો પર સતત મોનીટરીંગ રાખવા જણાવ્યું હતું. જરૂર જણાય તો સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા સહિતની કામગીરી માટે અગાઉથી આયોજન તૈયાર રાખવા પણ સૂચના આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, નવસારી, પોરબંદર, સુરત અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીના પગલે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    માંગરોળમાં આભ ફાટ્યું, 10 ઇંચ વરસાદ:ગુજરાત માથે એકસાથે 5 સિસ્ટમ સક્રિય થતાં મેઘતાંડવની આગાહી, 30 સેકન્ડમાં યુવકે વૃદ્ધના રામ રમાડી દીધા
    Next Article
    બોટાદ અને ગઢડામાં ધોધમાર વરસાદ:લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment