Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંગરોળમાં આભ ફાટ્યું, 10 ઇંચ વરસાદ:ગુજરાત માથે એકસાથે 5 સિસ્ટમ સક્રિય થતાં મેઘતાંડવની આગાહી, 30 સેકન્ડમાં યુવકે વૃદ્ધના રામ રમાડી દીધા

    18 hours ago

    જૂનાગઢના માંગરોળમાં જળબંબાકાર જુલાઈની શરુઆતમાં જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું હોય એમ 10 ઈંચ વરસાદ ખાબક્યો. તો પ્રભાસ પાટણમાં પિતા તેના બે બાળકો સાથે ગટરમાં ખાબક્યા. જો કે લોકોએ તાત્કાલિક તેમને બચાવી લીધા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો રાજ્ય પર સક્રિય થઈ પાંચ પાંચ વેધર સિસ્ટમ રાજ્ય પર એકસાથે પાંચ વેધર સિસ્ટમ સક્રિય. 48 કલાક અત્યંત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર યોગેશ પટેલના નિધનથી ખાલી પડેલી વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર.. 30મી જુલાઈએ વોટિંગ કરાશે અને 3 ઓગસ્ટે રિઝલ્ટ જાહેર કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો નાસિરનગર ડિમોલિશનમાં સરકાર કેમ એક્ટિવ નથી? નાસિરનગર ડિમોલિશનમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે રાજ્ય સરકાર કેમ એક્ટિવ નથી.. તપાસ કમિટીનો રિપોર્ટ ભીનું સંકેલવાનો પ્રયાસ હોવાનું કહ્યું.. સાથે જ એક મહિના પછી પણ પોલીસ ફરિયાદ ન લેતા ટકોર કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો ડિમોલિશનના વિવાદાસ્પદ DCP નકુમને પ્રમોશન સુરતના નાસીરનગર ડિમોલીશનમાં વિવાદમાં રહી ચૂકેલા ડીસીપી રાજદીપસિંહ નકુમને આઈપીએસ તરીકે પ્રમોટ કરાયા.હાઈકોર્ટે નકુમને ડિમોલીશન મુદ્દે ફટકાર લગાવ્યાના સાત દિવસમાં જ સરકારને તેમને પ્રમોટ કર્યો.અન્ય પાંચ અધિકારીઓેને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો પહેલા વરસાદમાં જ રસ્તા પર મોતના કૂવા જેવા ખાડા જૂનાગઢના આઝાદનગરમાં બાઈક લઈને જતુ દંપતી ખાડામાં પટકાયું. રસ્તો ખોદી નાખ્યા બાદ પેચ વર્ક ન કરાતા મોટો ખાડો પડી ગયો હતો.આ સિવાય 1 જુલાઈએ પણ ઓઘડનગરના એક ખાડામાં એક બાદ એક ચારથી પાંચ લોકો પટકાયા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો સાતમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનો આપઘાત મહેસાણામાં સાતમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો.. આવાસના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું.આત્મહત્યા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો 30 સેકન્ડમાં 13 વાર ધોકાના ફટકા મારી વૃદ્ધની હત્યા સુરતના જહાંગીરપુરામાં એક યુવકે વૃદ્ધની બર્બરતાથી હત્યા કરી. દુકાન આગળ કચરો વીણતા વૃદ્ધને 30 સેકન્ડમાં 13 વાર ધોકાના ફટકા માર્યા. વૃદ્ધ નીચે પડી ગયા બાદ પણ યુવક આડેધડ મારતો રહ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો PIની વિદાયમાં યોજાયો ભવ્ય ડાયરો સુરતમાં PIની વિદાયમાં ડાયરો યોજાયો.જેમા માયાભાઈ, કીર્તિદાન અને મૈથિલી ઠાકુરે જુગલબંધી જમાવી..ડાયરામાં પોલીસ કર્મીઓ અને ચાહકોએ રુપિયાનો વરસાદ કર્યો . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો સ્પોર્ટ્સ પ્રોફેસરે નોકરીના નામે ઠગાઈ કરી અમદાવાદની ગુજરાત કોલેજમાં સ્પોર્ટ્સ વિભાગના પ્રોફેસરે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરી. એરફોર્સમાં નોકરી અને સ્ટેટ ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્ટ કરાવવા અલગ અલગ રકમ પડાવી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢના માંગરોળમાં મેઘરાજા ધુરંધર, 10 ઈંચ વરસાદ ખાબક્યો:સુત્રાપાડામાં ખેતરો બેટમાં ફેરવાયા, કેશોદની નોળી નદી અને રાણપુરમાં ભાદર નદી બે કાંઠે
    Next Article
    ભારે વરસાદની આગાહીના પગલે ગીર સોમનાથ તંત્ર એલર્ટ:કલેક્ટરે DEOCની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment