Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ ભાજપ દ્વારા ‘નમો રાસોત્સવ’નું આયોજન:10 ઓક્ટોબરે કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે ગરબાની રમઝટ; સાંસ્કૃતિક વારસાની ભવ્ય ઉજવણીમાં સહભાગી થવા ભાજપનું આમંત્રણ

    11 hours ago

    ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા ‘વેલકમ નવરાત્રી-2026’ અંતર્ગત ભવ્ય ‘નમો રાસોત્સવ’ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વેરાવળના રાજેન્દ્રભુવન રોડ સ્થિત કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે શનિવાર, 10 ઓક્ટોબરના રોજ રાત્રે 9 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે. માતાજીની આરાધના, ગરબા અને રાસના માધ્યમથી નવરાત્રી પર્વને આવકારવા માટે આયોજકો દ્વારા જિલ્લાના નાગરિકોને ભાવભર્યું અપીલ સાથે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પાંચ વર્ષથી સંસ્કૃતિ જતનનો આશય વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષ ભીંસવાણિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી નવરાત્રી પર્વ પૂર્વે આ ઉત્સવ યોજવામાં આવે છે. આ આયોજનનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવાની સાથે વધુમાં વધુ લોકો માતા દુર્ગાની ઉપાસનામાં જોડાય તેવો છે. નવી પેઢી આપણી પરંપરાથી જોડાય તે આશયથી ગરબા અને રાસનું આયોજન કરાય છે. તડામાર તૈયારીઓ સાથે ભવ્ય આયોજન વેરાવળના કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના કાર્યકરો દ્વારા ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરવામાં આવી રહી છે. ધાર્મિક આસ્થા અને ભક્તિભાવને ઉજાગર કરતા આ ‘નમો રાસોત્સવ’માં ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગરબાની રમઝટમાં સહભાગી બનવા આયોજકોએ નમ્ર અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મહુડી ગામેથી સાડા પાંચ વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો:ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો, વન વિભાગે દીપડાને રેસ્ક્યુ સેન્ટર ખસેડ્યો
    Next Article
    ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો 8 મો યુવક મહોત્સવ:યુવાનાઓ માટે અવસ્થા ઉત્સાહ અને સપનાઓનો સમુદ્ર છે: 'કલા ઉત્સવ 2026'નો પ્રારંભ, રૂ. 7600 લાખના વિકાસકામોનું ભૂમિપૂજન સંપન્ન.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment