Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર આશ્રય ઘરની મુલાકાત, સુવિધાઓની સમીક્ષા:નાયબ મુખ્ય દંડક અને કલેક્ટરે સ્થળાંતરિતોની સુખાકારી સુનિશ્ચિત કરવા સૂચના આપી

    14 hours ago

    આજરોજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી અને મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સંચાલિત આશ્રય ઘરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ નાગરિકોની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવાનો હતો. મુલાકાત દરમિયાન, ઉપસ્થિત મહાનુભાવોએ આશ્રય ઘરમાં સ્થળાંતરિત થયેલા લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે આશ્રય લઈ રહેલા નાગરિકોને મળતી પ્રાથમિક સુવિધાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી અને તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી વ્યવસ્થાઓથી લોકો સંતુષ્ટ છે કે કેમ તેની પૃચ્છા કરી હતી. નાયબ મુખ્ય દંડક અને જિલ્લા કલેક્ટરએ આશ્રય ઘરમાં ઉપલબ્ધ સુવિધાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કર્યા બાદ, નાગરિકોને આપવામાં આવતા ભોજન, જરૂરી દવાઓ અને અન્ય તમામ વ્યવસ્થાઓ બાબતે ખાસ તકેદારી રાખવા સૂચના આપી હતી. આ સમયમાં લોકોને કોઈપણ પ્રકારની તકલીફ કે અગવડતાનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વધુમાં, સ્થળાંતરિત લોકોને સમયસર, નિયમિત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે મહાનગરપાલિકાના સંબંધિત સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જને લઈ સુરતમાં વિરોધ:રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા, જવાબદાર પોલીસ જવાનો સામે કાયદેસર કાર્યવાહીની માગ
    Next Article
    તાપીમાં પંચોલ-પલાસીયાનો પુલ ફરી ધોવાયો:મંજૂર પુલ ન બનતા 7થી વધુ ગામો સંપર્કવિહોણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment