Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જને લઈ સુરતમાં વિરોધ:રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા, જવાબદાર પોલીસ જવાનો સામે કાયદેસર કાર્યવાહીની માગ

    13 hours ago

    દિલ્હીમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત નિર્મમ લાઠીચાર્જના ઘેરા પ્રત્યાઘાતો હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. સુરત શહેરમાં આજે યુવાનો અને વિદ્યાર્થી સંગઠનો આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. સુરતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓટલા પરથી એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિલ્હી પોલીસની કાર્યવાહી સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન યુવાનોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી. આ સાથે જ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરનાર જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જો કે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પગપાળા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું મળતી માહિતી અનુસાર, આજરોજ સવારે સુરતના માનદરવાજા વિસ્તારમાં આવેલાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના ઓટલા ખાતે મોટી સંખ્યામાં યુવાનો, વિદ્યાર્થીઓ અને વિવિધ યુવા સંગઠનોના સભ્યો એકત્રિત થયા હતા. ત્યાંથી કલેક્ટર કચેરી સુધી એક પગપાળા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીની શરૂઆતથી જ યુવાનોના હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ જોવા મળ્યા હતા, જેના પર દિલ્હી પોલીસ અને શિક્ષણ મંત્રાલય વિરુદ્ધના સૂત્રો લખેલા હતા. માન દરવાજાથી કલેક્ટર કચેરી સુધી વાહનવ્યવહારને અસર જેમ-જેમ રેલી આગળ વધતી ગઈ તેમ-તેમ તેમાં વધુ ને વધુ યુવાનો જોડાતા ગયા હતા. પરિણામે, માનદરવાજાથી કલેક્ટર કચેરી તરફ જતા મુખ્ય માર્ગો પર વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી અને વિસ્તારમાં ભારે ચહલપહલ સાથે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. પોલીસે બેરિકેડ્સ લગાવીને પ્રદર્શનકારીઓને અટકાવ્યા વિરોધ પ્રદર્શનને પગલે સુરત સિટી પોલીસ દ્વારા અગાઉથી જ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઈ પણ અપ્રિય ઘટના ન ઘટે તે માટે કલેક્ટર કચેરી જવાના માર્ગ પર ભારે પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો હતો. રેલી જેવા જ કલેક્ટર કચેરીની નજીક પહોંચી, પોલીસે બેરિકેડ્સ લગાવીને પ્રદર્શનકારીઓને આગળ વધતા અટકાવી દીધા હતા. પોલીસ દ્વારા રેલીને રોકવામાં આવતા પ્રદર્શનકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ અને તીખી બહાસબાજીના દ્રશ્યો સર્જાયા હતા. યુવાનો કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જઈને આવેદનપત્ર આપવા માટે મક્કમ હતા. 'ઇન્કલાબ જિંદાબાદ'ના નારા વિદ્યાર્થીઓ લગાવ્યા રોષે ભરાયેલા પ્રદર્શનકારી યુવાનોએ કલેકટર કચેરીના પ્રાંગણમાં બેસીને દિલ્હી પોલીસ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય વિરુદ્ધ જોરદાર નારેબાજી શરૂ કરી હતી. જેમાં "જય ભીમ", "ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો", "વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો", "ઇન્કલાબ જિંદાબાદ", "દિલ્હી પોલીસ મુર્દાબાદ" જેવા જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ નારેબાજીથી સમગ્ર કલેક્ટર કચેરી પરિસર અને આસપાસનો વિસ્તાર ગૂંજી ઊઠ્યો હતો. મોટી સંખ્યામાં એકત્રિત થયેલા યુવાનોના આક્રોશને જોઈને પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું હતું. કલેક્ટર કચેરીના પ્રાંગણમાં રાષ્ટ્રગાન સાથે પ્રદર્શન પૂર્ણ થયું લાંબા સમય સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચાર અને આવેદનપત્ર પાઠવવાની પ્રક્રિયા બાદ, પ્રદર્શનકારીઓએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં એકત્રિત થઈને ગંભીરતા અને શાંતિનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમના અંતે તમામ યુવાનો, વિદ્યાર્થીઓ અને આગેવાનોએ એકસાથે મળીને રાષ્ટ્રગાન (જન ગણ મન) ગાયું હતું. રાષ્ટ્રગાન પૂર્ણ થયા બાદ પ્રદર્શનકારીઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. 'સરકારની હુકમશાહીથી મહિલાઓ સાથે ગંદી હરકત કરવામાં આવી' પ્રદર્શનકારી જીતુ ઇન્દોવેએ જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો આ માંગ સાથે આજે અમારા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. સુરત પોલીસે અહીં ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે, હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારને કહેવા માંગું છું કે જે સરકાર 'બેટી બચાવો, બેટી પઢાઓ'ના નારા લગાવે છે, તે જ સરકારની હુકમશાહીથી દિલ્હી જંતર-મંતર ખાતે 20 તારીખે જે ખરાબ કૃત્ય કરવામાં આવ્યું હતું જે મહિલાઓ અને જે બાળકીઓ પર આ લોકોએ હુમલો કર્યો હતો તેનાથી અમારા રૂંવાડાં ઊભાં થઈ જાય એવી ગંદી હરકત કરવામાં આવી છે. જો તમે ખરેખર ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા માંગતા હોવ, તો 10 લાખ બાળકોનું ભવિષ્ય તમારા હાથમાં છે. ધર્મેન્દ્ર પ્રધાન પાસેથી તાત્કાલિક રાજીનામું લેવડાવો અને આ બાળકોનું ભવિષ્ય સુધારો, એવી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 197 લોકોનું સ્થળાંતર, 36 માર્ગો બંધ:ધારાસભ્ય અને કલેક્ટરે ધોળીધજા ડેમની મુલાકાત લીધી, સ્થિતિની સમીક્ષા કરી
    Next Article
    સુરેન્દ્રનગર આશ્રય ઘરની મુલાકાત, સુવિધાઓની સમીક્ષા:નાયબ મુખ્ય દંડક અને કલેક્ટરે સ્થળાંતરિતોની સુખાકારી સુનિશ્ચિત કરવા સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment