Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 197 લોકોનું સ્થળાંતર, 36 માર્ગો બંધ:ધારાસભ્ય અને કલેક્ટરે ધોળીધજા ડેમની મુલાકાત લીધી, સ્થિતિની સમીક્ષા કરી

    12 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પગલે પાણીની સમસ્યા મોટા ભાગે હલ થઈ ગઈ છે. આ સ્થિતિમાં, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ ધોળીધજા ડેમની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે ડેમની જળસપાટી, પાણીનો ઇનફ્લો અને આઉટફ્લો સહિતની વિગતો મેળવીને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન, ડેમ પૂરેપૂરો ભરાઈ ગયો હોવાનું જણાયું હતું. ભવિષ્યમાં જો વધુ પાણી છોડવાની જરૂર ઊભી થાય, તો નીચાણવાળા વિસ્તારોમાં કોઈ જાનહાનિ ન થાય તે અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પરિસ્થિતિનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે ભરાયેલા પાણીના નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે માહિતી આપી કે હાલમાં ધોળીધજા ડેમ ૧૦૦% ભરાઈ ચૂક્યો છે, જ્યારે ઉપરવાસમાં આવેલો નાયકા ડેમ ૬૫% ભરાયેલો છે. તેમણે ઉમેર્યું કે, જો વધુ વરસાદ પડે તો ડેમ ઓથોરિટી અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી સંપૂર્ણ સાવચેતી સાથે પાણીના દરવાજા ખોલીને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ જાનમાલનું નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હવામાન વિભાગની ત્રણ કલાક માટેની 'રેડ એલર્ટ'ની આગાહીને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારની જાનમાલની હાનિ ન થાય તે હેતુથી ગત રાત્રે સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાંથી ૧૯૭ જેટલા લોકોને સલામત રીતે શેલ્ટર હોમ અને અન્ય સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતર કરાયેલા લોકો માટે રહેવા-જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં નર્મદા કેનાલમાંથી આવતા પાણીનો ઇનફ્લો ઘટી ગયો છે, જે એક રાહતરૂપ બાબત છે. સુરક્ષાના ભાગરૂપે માર્ગ-મકાન વિભાગ સ્ટેટના ૬ જેટલા હાઈવે અને પંચાયત હસ્તકના, જ્યાં કોઝવે પરથી પાણી ફરી વળ્યાં છે તેવા અંદાજિત ૩૦ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. સમગ્ર વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને નાગરિકોને પણ સંપૂર્ણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર રિપોર્ટરે બોટમાં બેસી બોપલ-ઘુમાની સ્થિતિ જાણી:બે દિવસ બાદ પણ સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી, વ્યથા જણાવતા રહીશો રડી પડ્યા
    Next Article
    દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જને લઈ સુરતમાં વિરોધ:રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા, જવાબદાર પોલીસ જવાનો સામે કાયદેસર કાર્યવાહીની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment