Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ભારે વરસાદની આગાહી:જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

    10 hours ago

    મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રની સજ્જતા ચકાસવા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (જિલ્લા કંટ્રોલ રૂમ)ની મુલાકાત લીધી હતી. તેમણે આકસ્મિક પરિસ્થિતિમાં નાગરિકોના ઇમરજન્સી કોલ્સ, તેના પર તંત્રની કાર્યવાહી તેમજ રાહત અને બચાવ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી. કલેક્ટરે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ ઉપરાંત, તેમણે સમગ્ર જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા અને વિવિધ જળાશયો તેમજ ડેમોની વર્તમાન સ્થિતિ વિશે પણ તાગ મેળવ્યો હતો. આ મુલાકાત દરમિયાન કલેક્ટર સ્વપ્નિલ ખરેએ તમામ અધિકારીઓને એલર્ટ મોડમાં રહી પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી. તેમણે વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને કોઈપણ ઇમરજન્સીમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા જણાવ્યું. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી તમામ પગલાં લેવા પણ માર્ગદર્શન આપ્યું. આ મુલાકાત સમયે નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના ભાડભૂતમાં હિલ્સા માછીમારીનો શુભારંભ:નર્મદા-પૂજન કરી 6 હજાર માછીમારો 1200 બોટ સાથે દરિયો ખેડવા રવાના
    Next Article
    વડોદરા એરપોર્ટ પર કાર્ગો સેવાને મંજૂરી મળી:આગામી મહિનામાં શરૂ થશે એર કાર્ગો સેવા; 'હબ એન્ડ સ્પોક' મોડેલથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ પણ બનશે સરળ:ડૉ. હેમાંગ જોષી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment