Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના ભાડભૂતમાં હિલ્સા માછીમારીનો શુભારંભ:નર્મદા-પૂજન કરી 6 હજાર માછીમારો 1200 બોટ સાથે દરિયો ખેડવા રવાના

    11 hours ago

    ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દેવપોઢી અગિયારસના પવિત્ર દિવસે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીનું પૂજન-અર્ચન કરીને હિલ્સા માછીમારીની નવી સીઝનનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાડભૂતથી નિકોરા સુધીના નર્મદા કાંઠે વસતા 25,000થી વધુ માછીમારો માટે ચોમાસાના આ 4 મહિના રોજીરોટીનો મુખ્ય આધાર ગણાય છે. આ વર્ષે ઉત્સાહભેર પૂજા કરીને 6,000 જેટલા માછીમારો 1,200 બોટ સાથે દરિયો ખેડવા રવાના થતાં સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. પરંપરાગત પૂજન અને દરિયો ખેડવાની તૈયારી સીઝનના શુભારંભ પ્રસંગે ભાડભૂત ખાતે સવારથી જ ભારે શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. માછીમારોએ નર્મદા માતા અને સિકોતર માતાજીના મંદિરે વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ તકે નર્મદા નદીમાં 200 લિટરથી વધુ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો તથા 151 મીટર લાંબી પવિત્ર ચૂંદડી અર્પણ કરાઈ હતી. આગામી સીઝન સફળ રહે તે માટે સમુદ્ર અને નદી માતાની પ્રાર્થના કર્યા બાદ માછીમારો પોતાની બોટ સાથે રવાના થયા હતા. સાત દિવસની દરિયાઈ સફર અને રોજીરોટી માછીમારો નર્મદા નદીના મુખ પ્રદેશથી આશરે 35 કિલોમીટર દૂર દરિયામાં જઈને આગામી 7 દિવસ સુધી હિલ્સા માછલી પકડવાની કામગીરી કરશે. ચોમાસાની આ આખી સીઝન દરમિયાન પરિવારના પુરુષ સભ્યો બોટ દ્વારા માછીમારી કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવશે. ચાલુ વર્ષે નર્મદા નદીમાં સારા વરસાદને કારણે પાણી શુદ્ધ અને નિર્મળ બનતાં માછીમારોમાં વિપુલ પ્રમાણમાં માછલીઓ મળવાની આશા જાગી છે. મીઠા પાણી તરફ હિલ્સાનું આગમન હિલ્સા માછલી મૂળભૂત રીતે દરિયાઈ જીવ છે, પરંતુ તેનું પ્રજનનચક્ર અલગ પ્રકારનું હોય છે. તે દર વર્ષે જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન ઈંડા મૂકવા માટે સમુદ્રમાંથી નર્મદા નદીના મીઠા અને સ્વચ્છ પાણી તરફ સ્થળાંતર કરે છે. આ સમયગાળા દરમિયાન મોટા પ્રમાણમાં હિલ્સા માછલીઓની આવક થતી હોવાથી ભરૂચના સ્થાનિક માછીમારોને આખા વર્ષની આજીવિકા મેળવવાનો સુવર્ણ અવસર મળે છે. દેશ-વિદેશના બજારોમાં હિલ્સાની માંગ ભાડભૂતના માછીમારો દ્વારા પકડવામાં આવતી હિલ્સા માછલીની બજારમાં ભારે માંગ રહે છે. સ્થાનિક વેપારીઓ માછીમારો પાસેથી આ માછલી ખરીદીને મુંબઈ જેવાં મોટાં શહેરોમાં મોકલે છે, જ્યાંથી તેની અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે છે. આ ખાસ સીઝન દરમિયાન હિલ્સાની ખરીદી માટે ભરૂચ ઉપરાંત સુરત, મુંબઈ અને કોલકાતા જેવા દૂર-દૂરના શહેરોથી પણ વેપારીઓ ભાડભૂત ખાતે પહોંચે છે. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ અને રોજગારીની ચિંતા પરંપરાગત ઉજવણી વચ્ચે સ્થાનિક આગેવાન ચીમન ટંડેલે જણાવ્યું હતું કે, દેવશયની એકાદશી માછીમાર સમાજ માટે આસ્થા અને આજીવિકાનો મોટો દિવસ છે. જોકે, તેમણે નર્મદા નદી પર બની રહેલી ભાડભૂત બેરેજ યોજના અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આ પ્રોજેક્ટના કારણે ભવિષ્યમાં આશરે 20,000 માછીમારોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય હોવાથી તેમણે સરકાર પાસે માછીમાર સમાજની હિતરક્ષા અને રોજગારી જાળવી રાખવા યોગ્ય පગલાં ભરવાની ભારપૂર્વક માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બિહાર બંધ- પટનામાં પથ્થરમારો, સીવાનમાં ફાયરિંગ:પેપર લીક મામલે 6 જિલ્લામાં ઉગ્ર પ્રદર્શન, ભાગલપુરમાં લાઠીચાર્જ, SP ઘાયલ; UP-MP, ઉત્તરાખંડ-પંજાબ સહીત દેશભરમાં Gen-Zનું પ્રદર્શન
    Next Article
    મોરબીમાં ભારે વરસાદની આગાહી:જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment