Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા એરપોર્ટ પર કાર્ગો સેવાને મંજૂરી મળી:આગામી મહિનામાં શરૂ થશે એર કાર્ગો સેવા; 'હબ એન્ડ સ્પોક' મોડેલથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ પણ બનશે સરળ:ડૉ. હેમાંગ જોષી

    9 hours ago

    વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોષીએ વડોદરા એરપોર્ટના વિકાસ અને સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ વડોદરા એરપોર્ટ પરથી એર કાર્ગો સુવિધાનો વિધિવત શુભારંભ કરવામાં આવશે. એક સપ્તાહ પહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુની વડોદરા મુલાકાત દરમિયાન GIF, એરપોર્ટ એડવાઈઝરી કમિટી, એરપોર્ટ ડાયરેક્ટર અને જનપ્રતિનિધિઓ સાથે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ એર કાર્ગો ઓપરેશન શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. એર કાર્ગો સુવિધાથી ઉદ્યોગોને રાહત મધ્ય ગુજરાત અને વડોદરા ઔદ્યોગિક ક્ષેત્રે અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. અત્યાર સુધી સ્થાનિક ઉદ્યોગકારોને પોતાના કાર્ગો કન્ટેનર 100 કિલોમીટરથી પણ વધુ દૂર મોકલવા પડતા હતા, જેના કારણે માનવબળ, સમય અને નાણાંનો મોટો વ્યય થતો હતો. વડોદરા એરપોર્ટ પર ઈમિગ્રેશન, કસ્ટમ્સ અને કાર્ગો માટેની જરૂરી માળખાકીય સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ હોવાથી, મંત્રી સાથે પરામર્શ કરીને આ મંજૂરી મેળવવામાં આવી છે અને આગામી એક મહિનાની અંદર જ વડોદરા ખાતેથી એર કાર્ગો સુવિધા પ્રારંભ કરી દેવાશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને લઈ શું કહ્યું? વડોદરા એરપોર્ટ પરથી સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો શરૂ કરવા અંગે વાત કરતા સાંસદે સ્પષ્ટતા કરી હતી કે, એરલાઇન્સ કંપનીઓ કન્ઝ્યુમર બિહેવિયર અને વ્યાપારી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતી હોય છે, જેમાં સરકારનું સીધું નિયંત્રણ હોતું નથી. તેથી કોઈપણ ખોટો વાયદો કરવાને બદલે વાસ્તવિકતા સ્વીકારીને વડોદરાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ લેન્ડ અને ટેક-ઓફ થાય તે દિશામાં પાંચ મહત્વના પગલાં આગળ વધારવામાં આવ્યા છે. હબ એન્ડ સ્પોક મોડેલથી મુસાફરોને મોટી રાહત મુસાફરોને આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે દૂર સુધી ન જવું પડે તે માટે 'હબ એન્ડ સ્પોક' મોડેલ અમલમાં મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોડેલ હેઠળ વડોદરાના મુસાફરોનું ઈમિગ્રેશન અને ચેક-ઈન પ્રોસેસ વડોદરા એરપોર્ટ પર જ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ મુસાફરો અહીંથી જ કનેક્ટિંગ ફ્લાઇટ દ્વારા દિલ્હી, મુંબઈ કે અમદાવાદ જેવા મુખ્ય એરપોર્ટ પર જઈને બેવડી ઈમિગ્રેશન પ્રક્રિયા વગર સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સવાર થઈ શકશે. આગામી તૈયારીઓ અને સમયમર્યાદા આ 'હબ એન્ડ સ્પોક' મોડેલ અંગેના પ્રારંભિક પ્રસ્તાવ પર કેન્દ્રીય મંત્રી દ્વારા સૈદ્ધાંતિક સંમતિ આપી દેવામાં આવી છે અને તેના પર ઝડપથી કામગીરી ચાલી રહી છે. સાંસદ ડૉ. હેમાંગ જોષીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આગામી 2 થી 3 મહિનાની અંદર જ આ સુવિધા વડોદરા ખાતે શરૂ કરી દેવામાં આવશે, જેનાથી વડોદરા અને આસપાસના વિસ્તારના વિદેશ પ્રવાસ કરતા નાગરિકોને સમય અને શ્રમની મોટી બચત થશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ભારે વરસાદની આગાહી:જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી
    Next Article
    Dharmendra Pradhan Resigns | કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment