Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં વરસાદને પગલે તંત્ર એલર્ટ:કલેક્ટરે સ્થિતિની સમીક્ષા કરી, કંટ્રોલ રૂમ નંબર જાહેર

    16 घंटे पहले

    ભારતીય હવામાન વિભાગની આગાહી બાદ ગત રાત્રિથી કચ્છ જિલ્લામાં ભારે વરસાદ શરૂ થયો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ આજે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. તેમણે સમગ્ર જિલ્લાના વરસાદી માહોલની વિસ્તૃત સમીક્ષા કરી અને ફરજ પરના અધિકારીઓ પાસેથી તાલુકાવાર સ્થિતિની માહિતી મેળવી. કલેક્ટરે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરવા અને લોકોને ઝડપથી સહાય પહોંચાડવા માટે 24 કલાક એલર્ટ રહી સંકલન જાળવવાની સૂચના આપી હતી. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. નાગરિકોને કોઈપણ આપત્તિ, પાણી ભરાવા, માર્ગ બંધ થવા, વૃક્ષ ધરાશાયી થવા અથવા અન્ય ઇમરજન્સી અંગે માહિતી આપવા માટે આ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળે, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક જવાનું ટાળે તેમજ માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખે. આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી વહીવટી તંત્ર સતત એલર્ટ મોડ પર રહી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દેવ ગામનું તળાવ ઓવરફ્લો, 100 ઘરોમાં પાણી:રાધનપુર તાલુકામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
    Next Article
    પૂર બાદ નવસારીમાં તંત્ર એક્શનમાં:સી.આર. પાટીલ સહિત મંત્રીઓએ સ્થાનિક વિસ્તારોની મુલાકાત લીધી; રાહત અને સહાય માટે સર્વે કામગીરી તેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment