Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ભારે વરસાદ: ગામડે ગામડે જળ વધામણાં કાર્યક્રમ:દેવભૂમિ દેવળિયામાં મંત્રી કૌશિક વેકરિયાએ તળાવમાં નવા નીરના વધામણાં કર્યા

    18 hours ago

    અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે જળસંગ્રહ સ્થાનો છલકાઈ ગયા છે. આથી, અમરેલી વિધાનસભા ક્ષેત્રના ગામડાઓમાં 'જળ વધામણાં' કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દેવભૂમિ દેવળિયા ગામમાં તળાવ છલકાઈ જતાં રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ખેડૂતો અને ગ્રામજનો સાથે તળાવના વધામણાં કરવામાં આવ્યા હતા. આ નવા નીરની આવકથી ખેડૂતોને મોટો ફાયદો થશે. ઉનાળાની ઋતુમાં પાણીના સ્તર ઊંચા લાવવા માટે રાજ્ય સરકારના સહયોગથી અમરેલી વિધાનસભા ક્ષેત્રના ગામડાઓમાં તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માટે ગામડાઓમાં બે-બે હિટાચી મશીનો મૂકવામાં આવ્યા હતા, જેના પરિણામે તળાવો અને ડેમ ઊંડા બન્યા હતા. હવે ભારે વરસાદને કારણે આ તળાવો છલોછલ ભરાઈ ગયા છે, જે આ પ્રયાસોની સફળતા દર્શાવે છે. દેવભૂમિ દેવળિયા ગામમાં તળાવ ભરાઈ જતાં મંત્રી કૌશિક વેકરિયાએ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો સાથે નવા નીરના વધામણાં કર્યા હતા. આ પ્રસંગે સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. તળાવ પાણીથી ભરાઈ જવાથી ધરતીપુત્રોને ખૂબ મોટો ફાયદો થશે, કારણ કે તેનાથી ખેતીવાડી માટે ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે. મંત્રી કૌશિક વેકરિયાએ ખેડૂતો સાથે એકતા દર્શાવવા માટે ટ્રેક્ટર-ટ્રોલીમાં બેસીને તળાવના વધામણાં કરવા જવાનું પસંદ કર્યું હતું. તેમની આ અનોખી પહેલથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. મંત્રીએ સામાન્ય ખેડૂતની જેમ ટ્રેક્ટરમાં બેસીને જળ વધામણાં કરવાની શરૂઆત કરી છે. આ ઉપરાંત, દેવભૂમિ દેવળિયા ગામમાં આવેલા પૌરાણિક શિવાલય મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ₹3.21 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. મંત્રી સહિતના આગેવાનોએ આરતી ઉતારી દર્શન કર્યા હતા. ભવિષ્યમાં આ ગામનું મહાદેવ મંદિર પર્યટન સ્થળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. દેવભૂમિ દેવળિયા ગામના નાથાલાલ સુખડીયાએ જણાવ્યું કે, અમારા મહાદેવની કૃપાથી ગામમાં જળ વધામણાં કરાયા છે. બે તળાવ અને 13 જેટલા ચેકડેમ ભરાઈ જતાં વધામણાં કરવામાં આવ્યા છે. મહાદેવ મંદિર માટે ₹3.21 લાખની રકમ મળી છે. તળાવો ઊંડા કરવા માટે 671 કલાક સુધી બે હિટાચી મશીનો ફાળવવામાં આવ્યા હતા, જેના કારણે તળાવો ઊંડા બન્યા અને ખેડૂતોના જમીનના સ્તર ઊંચા આવ્યા છે. આઝાદી પછી તળાવ ઊંડા કરવાની આ કામગીરી કરવામાં આવી છે. પ્રજા અને શાસક જાગૃત હોય તો જ ગામડાનો વિકાસ થાય છે. મંત્રી કૌશીક વેકરીયાએ જણાવ્યુ અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળિયા ગામમા 3 કરોડ 21 લાખ રૂપિયાની મંજૂરી આપી છે પર્યટક સ્થળ વિકાસવાવ માટે સરકાર દ્વારા નિર્ણય કર્યો છે આગામી દિવસોમા દેવભૂમિ દેવળિયા ગામમા દરેક લોકો દર્શન કરવા આવશે ખૂબ સારો વિકાસ થશે અને સાથે અમરેલી વિધાનસભામાં સરકાર દ્વારા ખૂબ તળાવ ઊંડા કરવાની કામગીરી કરી છે દેવભૂમી દેવળિયા ગામમા તળાવમા નવા નિરના વધામણા કર્યા છે જ્યારે વરૂણ દેવ જે રીતે રિઝયા છે જિલ્લાના તમામ તળાવ ભરાય ગયા છે 2 તળાવ અને 13 કરતા વધુ ચેકડેમ ભરાય ગયા છે જેમાં ખૂબ પાણીનું રોકાણ થયું છે અમરેલી વિધાનસભામા લગભગ 115 કરતા વધુ તળાવ આવી રીતે બન્યા છે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે.
    Click here to Read More
    Previous Article
    વાહેદપુરામાં તળાવ ઓવરફ્લો: 80 લોકોનું સુરક્ષિત સ્થળાંતર:વહીવટી તંત્રની સમયસરની કામગીરીથી મોટી જાનહાનિ ટળી
    Next Article
    રાજપીપળામાં ભૂગર્ભ ગટરલાઇનની 60% સફાઈ પૂર્ણ:ચોમાસા પહેલાં નગરપાલિકાનું સફાઈ અભિયાન તેજ, અમદાવાદ GUDCનું એક જમ્બો સુપર સક્શન મશીન મંગાવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment