Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપળામાં ભૂગર્ભ ગટરલાઇનની 60% સફાઈ પૂર્ણ:ચોમાસા પહેલાં નગરપાલિકાનું સફાઈ અભિયાન તેજ, અમદાવાદ GUDCનું એક જમ્બો સુપર સક્શન મશીન મંગાવાયું

    17 hours ago

    રાજપીપળા નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં ભૂગર્ભ ગટરલાઇનની વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આશરે ₹24 કરોડના ખર્ચે નખાયેલી આ ગટરલાઇનમાં વરસાદી સિઝન દરમિયાન માટી, કાદવ કે કચરો ભરાઈ ન જાય અને પાણીના નિકાલમાં અવરોધ ન આવે તે હેતુથી આ કામગીરી ચાલી રહી છે. શહેરમાં મુખ્ય ભૂગર્ભ ગટરલાઇન સાથે આશરે 2,100 કુંડીઓ જોડાયેલી છે. આ વિશાળ નેટવર્કની સફાઈ માટે અમદાવાદ GUDC દ્વારા એક જમ્બો સુપર સક્શન મશીન મંગાવવામાં આવ્યું છે, જે છેલ્લા એક મહિનાથી સતત કાર્યરત છે. આ સફાઈ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ભૂગર્ભ ગટરલાઇનની આશરે 60 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સુપર સક્શન મશીન એક સાથે 7,000 લિટર સુધી કચરો ઉપાડી શકે છે. છેલ્લા 30 દિવસમાં આશરે 70 થી 80 હજાર લિટર કાદવ, કચરો અને ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ શિવાનીબેન મહેતાએ જણાવ્યું હતું કે સુપર સક્શન મશીનના ઉપયોગથી સફાઈ કામગીરી ઝડપથી થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે આગામી સમયમાં દર છ મહિને આ મશીન દ્વારા નિયમિત સફાઈ કરાશે. વધુમાં, શહેરમાંથી ખુલ્લી ગટરો દૂર કરીને સંપૂર્ણ ભૂગર્ભ ગટર વ્યવસ્થા વિકસાવવાનું પણ આયોજન છે. જ્યાં ગટરલાઇનનું કામ બાકી છે, ત્યાં પણ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરાશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ભારે વરસાદ: ગામડે ગામડે જળ વધામણાં કાર્યક્રમ:દેવભૂમિ દેવળિયામાં મંત્રી કૌશિક વેકરિયાએ તળાવમાં નવા નીરના વધામણાં કર્યા
    Next Article
    VVS Laxman Introduces New Medal For Zimbabwe Series. This India Star Wins It

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment