Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટને હાઇકોર્ટ બેન્ચની માંગ સાથે વધુ એક બેઠક મળી:સૌરાષ્ટ્ર કચ્છ બાર એસોસોસિએશનના હોદેદારો આવી લડતમાં જોડાવવા ટેકો જાહેર કર્યો, થોડા સમય પૂર્વે કાયદા મંત્રી સાથે મળી રજુઆત કરવામાં આવી'તી

    23 hours ago

    સૌરાષ્ટ્રમાં રાજકોટને ફરી હાઇકોર્ટની બેન્ચ આપવા માંગ ઉઠી છે. છેલ્લા એક વર્ષથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ માંગ મુકવામાં આવી છે અને રજુઆત પણ કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ રાજકોટ શહેરના મધ્યમાં રેસકોર્સ નજીક ખાનગી હોટલમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાંથી અન્ય શહેર જિલ્લાના બાર એસોસિએશન સાથે જોડાયેલા હોદેદારો ઉપસ્થિત રહી આ લડતને મજબૂત રીતે આગળ કેવી રીતે વધારવી તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ગુજરાતના કાયદામંત્રીને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવી હતી અને ફરી આવતા સમયમાં રજૂઆતો સાથે માંગને વધુ મજબૂત બનાવવામાં આવશે. રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પરેશ મારુંએ જણાવ્યું હતું કે, રાજકોટને હાઇકોર્ટ બેચ મળે એ માટે છેલ્લા એક વર્ષથી લડત ચલાવી રહ્યા છીએ. અગાઉ પણ બેઠક કરવામાં આવી હતી એ રીતે આજે પણ સૌરાષ્ટ્રના અલગ અલગ બાર એસોસિએશન સાથે બેઠકનું આયોજન કરી આગળની રણનીતિ ઘડવામાં આવશે. રાજકોટમાં હાઇકોર્ટની બેચથી સૌરાષ્ટ્રના લોકોને સીધો ફાયદો થશે તેવું તમામ બાર એસોસિએશનનું માનવું છે માટે આ લડત મજબૂત રીતે આગળ વધારવા પ્રયત્ન કરી રહ્યા છીએ. થોડા દિવસ અમે કાયદામંત્રીને રજુઆત કરી હતી એમને હકારાત્મક અભિગમ રાખેલ છે. અને આ જ રીતે સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્ય અને સાંસદ સભ્યોને પત્ર લખી લેખિત રજુઆત કરવામાં આવી છે અને આગળ પણ આ જ રીતે રજૂઆતને મજબૂત બનાવી લડત આગળ વધારવામાં આવશે. એકાદ વર્ષ પૂર્વે મહારાષ્ટ્રમાં હાઇકોર્ટની બેન્ચ કોલાપુરને ફાળવવામાં આવ્યા બાદ રાજકોટ બાર એસોસિએશન દ્વારા પણ છેલ્લા એક વર્ષથી સૌરાષ્ટ્રની હાઇકોર્ટ બેન્ચ ફરી શરૂ કરવા માંગ કરવા નિર્ણય કરવમાં આવ્યો હતો જે અંતર્ગત એક કમિટી બનાવી અને કાયદાકીય રીતે આ લડત ચલાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે આજરોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ બાર એસોસીએશનને જોડાવવા આહવાન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના રેસકોર્સ નજીક ખાનગી હોટલમાં સવારે 11 વાગ્યે આ બેઠક મળી હતી જેમાં રાજકોટ બાર ઉપરાંત આસપાસના તાલુકા અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાંથી બાર એસોસિએશન સાથે જોડાયેલા 80 જેટલા વકીલો ઉપસ્થિત રહ્યા હતા. આજે મળેલી બેઠકમાં સૌ લોકોએ રાજકોટને સૌરાષ્ટ્રની હાઇકોર્ટ બેન્ચ શુકામ આપવી જોઈએ તે અંગે ચર્ચા વિચારણા કરી તેમજ ક્યાં ક્યાં મુદ્દાને આવરી લઇ કોને કોને સાથે રાખી કઈ કઈ જગ્યાએ ક્યારે રજુઆત કરવી અને શું રજુઆત કરવી તેમજ કેવી રીતે રજુઆત કરવી સહિતમાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ 1983 સમયમાં હડતાલ પણ કરવી પડી હતી એ રીતે આ વખતે જરૂર પડ્યે ઉગ્ર રજુઆત કરવી કે કેમ અથવા કાયદાકીય રીતે માંગ કેવી રીતે કરવી તે અંગે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને અન્ય શહેર જિલ્લામાંથી આવેલા બારના હોદેદારોએ ટેકો જાહેર કરી જરૂર પડ્યે રાજકોટ બારની સાથે ઉભા રહી સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ અને લડતમાં જોડાવવા સહમતી દાખવી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજકોટ બાર એસોસિએશનના હોદેદારો ગુજરાતના કાયદા મંત્રીને મળી હાઇકોર્ટ બેચ રાજકોટને ફાળવવા માટે રજુઆત કરવામાં આવી હતી જેમાં તેમને હકારાત્મક વલણ અપનાવી સરકારમાં આ અંગે વકીલોની રજુઆતને ધ્યાને લેવા સહમતી દાખવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અને એક વર્ષ પૂર્વે કરાયેલ લેખિત રજુઆત ફરી રાજ્ય અને કેન્દ્ર લેવલે તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ કરવામાં આવશે. ગુજરાતના ચીફ જસ્ટિસને પણ ફરી રજુઆત કરવામાં આવશે અને સૌરાષ્ટ્રના લોકોં સસ્તો અને સરળતાથી સમયસર ન્યાય મળે એ માટે પ્રયાસ કરી હાઇકોર્ટ બેચ માટે માંગ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં હાઈકોર્ટની સર્કિટ બેંચની માંગ ચાર દાયકાઓથી વધુ જૂની છે. આ વિસ્તાર ગુજરાતના કુલ વિસ્તારના લગભગ અડધા ભાગને આવરી લે છે અને અહીંથી ગુજરાત હાઈકોર્ટના કુલ કેસોમાંથી 45%થી વધુ કેસ આવે છે. રાજકોટમાં બેંચની સ્થાપના કરવાથી આ વિસ્તારના લોકોને અમદાવાદ જઈને કેસોની સુનાવણી કરાવવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે અને ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી અને સુલભ બનશે.
    Click here to Read More
    Previous Article
    પાટડી પોલીસે પૂર વચ્ચે ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કર્યું:સુરેન્દ્રનગરમાં સમયસર હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવ્યો
    Next Article
    અભિજિત દીપકેએ ગુજરાતી છોકરાનો ફોટો હાથમાં ઊંચો કરી બધાને બતાવ્યો:NEET પેપર લીક બાદ આત્મહત્યા કરી હતી, સોનમ વાંગચુકે તોડેલા ઉપવાસ અંગે કહાનના પિતા શું બોલ્યા?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment