Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડી પોલીસે પૂર વચ્ચે ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કર્યું:સુરેન્દ્રનગરમાં સમયસર હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવ્યો

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પોલીસે પૂરની સ્થિતિ વચ્ચે એક ગર્ભવતી મહિલાનું સફળ રેસ્ક્યુ કરી તેને સમયસર હોસ્પિટલ પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કામગીરી બદલ પોલીસની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટડી પોલીસ સ્ટેશન હદના નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ચારેય તરફ પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિ પીડા ઉપડી હતી. રસ્તાઓ સંપૂર્ણપણે જળમગ્ન હોવાથી 108 એમ્બ્યુલન્સ સહિત કોઈ વાહન સ્થળ સુધી પહોંચી શકે તેમ નહોતું, જેના કારણે મહિલા અને ગર્ભસ્થ બાળકના જીવ પર જોખમ ઊભું થયું હતું. ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પાટડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે વરસાદ અને પૂરના પાણી વચ્ચે પોલીસે જીવના જોખમે મહિલા સુધી પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. બાદમાં મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં તેને જરૂરી તબીબી સારવાર મળી. આ માનવતાભરી કામગીરી બદલ પીડિત પરિવાર અને સ્થાનિક લોકોએ પાટડી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ પાટડી પોલીસ સ્ટેશનની ટીમના સમયસૂચકતા, હિંમત અને ફરજનિષ્ઠાને બિરદાવી હતી. પૂરની વિકટ પરિસ્થિતિમાં પાટડી પોલીસે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું કે ગુજરાત પોલીસનું 'સેવા, સુરક્ષા અને શાંતિ'નું સૂત્ર માત્ર શબ્દો પૂરતું નહીં, પરંતુ જરૂરિયાતના સમયે લોકોની મદદ માટે જીવના જોખમે પણ આગળ વધવાની પ્રતિબદ્ધતા છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી:મનપાએ તાત્કાલિક હટાવી માર્ગ ખુલ્લો કર્યો
    Next Article
    રાજકોટને હાઇકોર્ટ બેન્ચની માંગ સાથે વધુ એક બેઠક મળી:સૌરાષ્ટ્ર કચ્છ બાર એસોસોસિએશનના હોદેદારો આવી લડતમાં જોડાવવા ટેકો જાહેર કર્યો, થોડા સમય પૂર્વે કાયદા મંત્રી સાથે મળી રજુઆત કરવામાં આવી'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment