Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી:મનપાએ તાત્કાલિક હટાવી માર્ગ ખુલ્લો કર્યો

    1 day ago

    સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર 1 વિસ્તારમાં દુધરેજ રોડથી ચમારજ ખોડુ તરફ જતા મુખ્ય માર્ગ પર ભારે વરસાદ અને પવનના કારણે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટનાને કારણે માર્ગ સંપૂર્ણપણે અવરોધાઈ ગયો હતો, જેના પરિણામે વાહનચાલકો અને સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે જરૂરી સાધનોની મદદથી રસ્તા પર પડેલું વૃક્ષ ઝડપથી હટાવી દીધું હતું અને માર્ગને વાહનવ્યવહાર માટે ફરીથી ખુલ્લો કરી આપ્યો હતો. માર્ગ ઝડપથી ખુલ્લો થતાં વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓએ મહાનગરપાલિકાની આ ત્વરિત કામગીરીની પ્રશંસા કરી હતી. વરસાદી પરિસ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા સમયસર કરાયેલી કામગીરીને કારણે મોટી અસુવિધા ટળી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના પોશ વિસ્તારમાં હજુ કમર સુધીના પાણી:નવસારીમાં પૂરગ્રસ્તોને સાંજ સુધીમાં સહાય અપાશે; સુરતમાં લોકો ઢોર પકડવાના વાહનમાં બેસવા મજબૂર
    Next Article
    પાટડી પોલીસે પૂર વચ્ચે ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કર્યું:સુરેન્દ્રનગરમાં સમયસર હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment