Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના પોશ વિસ્તારમાં હજુ કમર સુધીના પાણી:નવસારીમાં પૂરગ્રસ્તોને સાંજ સુધીમાં સહાય અપાશે; સુરતમાં લોકો ઢોર પકડવાના વાહનમાં બેસવા મજબૂર

    1 day ago

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 265 તાલુકામાં સૌથી વધુ વરસાદ પાટણના સાંતલપુરમાં 15 અને રાધનપુરમાં 13.46 ઇંચ ખાબક્યો છે. જ્યારે વાવ-થરાદના ભાભરમાં 11.30, દિયોદરમાં 10.83 અને ખેડાના નડિયાદમાં 10.31 ઇંચ વરસ્યો છે. તો 10 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે 10 વાગ્યા સુધીમાં 139 તાલુકામાં સૌથી વધુ વાવ-થરાદના દિયોદરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. શુક્રવારે ભારે વરસાદને કારણે રાજ્યમાં 40,500 લોકોનું સ્થળાંતર અને 6,367 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું, જ્યારે પૂરના પાણીમાં તાણાઈ જવાથી સુરતમાં 2 અને નવસારીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અમરેલી જિલ્લામાં અઢી વર્ષની બાળકી અને ખેત મજૂરનું મોત નીપજ્યું છે. વિરપુર જતા રસ્તે ઘોડાપૂરમાં કાર તણાતાં ચાલકનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. નવસારીના ભાટ ગામ નજીક ઝીંગા ફાર્મ પર ફસાયેલા 30થી વધુ લોકોને એરલિફ્ટ કરવાયા હતાં. હવામાન વિભાગ દ્વારા આજે (25 જુલાઈ) ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાત જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરાયું છે. જ્યારે વાવ-થરાદ, અમદાવાદ, રાજકોટ સહિતના 15 જિલ્લામાં ઓરેન્જ અને કચ્છ, જામનગર, નર્મદા, વલસાડ સહિતના 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સુરતમાં લોકોની ઢોર પકડવાની ગાડીમાં અવરજવર, ‘હમ ડૂબેંગે લેકિન કંપની કો ડૂબને નહીં દેંગે’ સુરતમાં સતત ત્રીજા દિવસે ખાડીપૂરના કમરડૂબ પાણી ભરાઈ રહેતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. લોકોને આવન-જાવન માટે ભારે મુશ્કેલી પડી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા મુકાયેલી ઢોર પકડવાની ગાડી ઉપર સવાર થઈને લોકો પૂરના પાણીમાંથી પસાર થઈ ઓફિસે જવા મજબૂર બન્યા છે. લોકો રોષા સાથે કહી રહ્યાં છે કે, અમે પાણીમાં તરવા માટે જ મત આપીએ છીએ. બીજી તરફ, કંપનીઓ દ્વારા ફરજિયાત બોલાવાતાં કર્મચારીઓ "હમ ડૂબેંગે લેકિન કંપની કો ડૂબને નહીં દેંગે" જેવા નિરાશાભર્યા કટાક્ષ સાથે ટ્રેક્ટરો અને મનપાની ઢોર પકડવાની ગાડીઓમાં બેસીને જીવના જોખમે નોકરીએ જવા મજબૂર બન્યા છે. તંત્રની નિષ્ફળતા અને કાયમી અસુવિધાઓ સામે ભારે રોષ વ્યક્ત કરતાં સ્થાનિક રાજસ્થાની સમાજે આક્રોશ સાથે વતન રાજસ્થાન પરત ફરી જવાની પણ ચીમકી આપી છે. અમદાવાદના બોપલ-ઘુમામાં હજુ પાણી ભરાયેલા અમદાવાદના બોપલ ગામમાં સતત બે દિવસથી કમર સુધીના પૂરના પાણી ન ઓસરતાં ત્રણ જેટલા વાસના અનેક મકાનો જળમગ્ન બન્યા છે અને લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર થયા છે. તંત્ર કે અધિકારીઓ દ્વારા પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન કરાઈ હોવાનો આક્ષેપ કરતાં સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આવી કપરી સ્થિતિમાં સ્થાનિક લોકો પોતે જ બોટ મારફતે અસરગ્રસ્તો સુધી જરૂરી મદદ પહોંચાડી રહ્યા છે. ઊંઝામાં ઝાડ પડતા મહિલાનું મોત, 26 કલાક બાદ વૃદ્ધનો મૃતદેહ મળ્યો અતિભારે વરસાદના પગલે સાંતલપુરના ગઢા ગામે પૂરને કારણે અનેક અબોલ પશુઓના મોત નીપજ્યા છે. સુરેન્દ્રનગરના કોચાડા ગામમાં ફસાયેલા 6 લોકોને ફાયર બ્રિગેડ અને તંત્રે બોટ મારફતે મધરાતે દિલધડક ઓપરેશન પાર પાડી બચાવી લીધા હતા. બીજી તરફ સાંતલપુરના ઝઝામ-ફાંગલી માર્ગ પર પાણીના તેજ વહેણમાં કાર બંધ પડતાં ફસાયેલા 8 મુસાફરોને પોલીસે સ્થાનિક યુવાનોની મદદથી હેમખેમ બહાર કાઢી શાળામાં આશ્રય આપ્યો હતો. વધુમાં ઊંઝામાં ઝાડ પડતાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે વિરપુરમાં તણાયેલી કાર દૂર્ઘટનામાં 26 કલાકની જહમત બાદ 70 વર્ષીય ભીખાભાઈ ડોબરીયાનો મૃતદેહ મળ્યો છે. નવસારીમાં પૂરથી પ્રભાવિત 50 હજારથી વધુ લોકોને રાહત પહોંચાડવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાઈલેવલ બેઠક યોજી છે. 24 જુલાઈના વરસાદની પડેપળની અપડેટ અમદાવાદ-રાજકોટ વચ્ચે ડાઈવર્ઝન, બાવળા પાસે નેશનલ હાઈવે બંધ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા પાસે ભારે વરસાદના કારણે ગંભીર સ્થિતિ સર્જાતાં બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. બાવળાના ગેલોપ્સ પાર્ક પાસે પૂરના પાણીમાં ફસાયેલા 900 જેટલા લોકોને બચાવવા માટે પોલીસ અને SDRFની ટીમો દ્વારા યુદ્ધધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાઈવે બંધ થતાં વાહન-વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, જેથી તંત્ર દ્વારા અમદાવાદ-રાજકોટ વચ્ચે મુસાફરી કરતા વાહનો માટે બગોદરાથી વેજળકા થઈને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. આ પણ વાંચો… રાજ્યમાં આગામી 7 દિવસ કેવો વરસાદ પડશે? રાજ્યમાં વરસાદથી સર્જાયેલી તારાજીની તસવીર
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય, જ્યારે નરેન્દ્ર મોદી ભારતનો ભૂતકાળ:રાહુલ ગાંધીએ કહ્યું- ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવામાં આવે, વિદ્યાર્થીઓની માંગ યોગ્ય
    Next Article
    સુરેન્દ્રનગરમાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી:મનપાએ તાત્કાલિક હટાવી માર્ગ ખુલ્લો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment