Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સનાથલથી બગોદરા સુધીનો રોડ બંધ:ઘુમાના હરીઓમ વિલામાં હજુ પણ પાણી, બાવળામાં રેસ્ક્યૂ માટે અમદાવાદ ફાયરબ્રિગેડની બે ગાડીઓ બોટ સાથે રવાના

    1 day ago

    હવામાન વિભાગ દ્વારા આજે 25 જુલાઈએ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને કારણે અમદાવાદની તમામ સ્કૂલો-કોલેજોમાં 25 જુલાઈની રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત AMC સંચાલિત તમામ આંગણવાડીઓને પણ તા. 27 જુલાઈ, 2026 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે રાજ્યમાં સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અને ખેડામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 15 જિલ્લાઓમાં પણ ઓરેન્જ અને 15 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બે દિવસમાં અમદાવાદમાં સરેરાશ 20 ઇંચ વરસાદ ઉલ્લેખનીય છે કે, 23 અને 24 જુલાઈના અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ હતી. બે દિવસ દરમિયાન શહેરમાં સરેરાશ 20થી વધુ ઈંચ જેટલો વરસાદ ખાબકતા મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સોસાયટીના બેઝમેન્ટથી લઈ બંગલાઓ સુધી પાણી ભરાઈ જતા લોકો લાચાર જોવા મળ્યા હતા. કર્ણાવતી ક્લબ પાછળની સોસાયટીમાં તો ફસાયેલા લોકોના રેસ્ક્યૂ માટે આર્મી ઉતારવાની ફરજ પડી. મુખ્યમંત્રી ખુદ પણ ગાંધીનગરથી અમદાવાદ દોડી આવ્યા અને બોપલ-આંબલીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોની ઘરવખરી અને વાહનોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. બીજી, તરફ ગોમતીપુરમાં સિલ્વર મિલ પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. મોત કેવી રીતે થયું તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી. અમદાવાદના વરસાદની તસવીર
    Click here to Read More
    Previous Article
    સિદસર મદ્રેસા કેસમાં SOGની તપાસ તેજ:રિમાન્ડ પર રહેલા મૌલવીને લઈ ટીમ ભરૂચ પહોંચી, સેન્ટ્રલ એજન્સીઓ પણ પૂછપરછમાં જોડાઈ
    Next Article
    સુરેન્દ્રનગરમાં ગર્ભવતી મહિલાનું ખાટલાથી રેસ્ક્યૂ:ઊંઝામાં ઝાડ પડતા મહિલાનું મોત; અમદાવાદ-રાજકોટ હાઈ-વે આજે પણ બંધ, 7 જિલ્લામાં રેડ એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment