Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદસર મદ્રેસા કેસમાં SOGની તપાસ તેજ:રિમાન્ડ પર રહેલા મૌલવીને લઈ ટીમ ભરૂચ પહોંચી, સેન્ટ્રલ એજન્સીઓ પણ પૂછપરછમાં જોડાઈ

    1 day ago

    ભાવનગર નજીક આવેલ સિદસરના 25 વારિયા વિસ્તારમાં ચાર દિવસ પૂર્વે મેગા કોમ્બિંગ દરમિયાન પકડાયેલા ગેરકાયદેસર મદ્રેસા મામલે SOG અને સ્પેશિયલ એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉશ્કેરણીજનક અને વાંધાજનક સાહિત્ય સાથે ધરપકડ કરાયેલા મૌલાના મોહમ્મદ શરીફ હાલ 10 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ છે. મૌલાનાની શંકાસ્પદ ભૂમિકાને ધ્યાને રાખીને દેશની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પણ તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. એ સાથે જ મૌલાનાને સાથે રાખી sogની ટીમ ભરૂચ પહોંચી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં ચાલતું હતું મદ્રેસા પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, સિદસર 25 વારિયા સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 110, 111 અને 112માં હેતુફેર કરીને ગેરકાયદે મદ્રેસા ચલાવવામાં આવી રહ્યું હતું. તપાસ દરમિયાન 26 વર્ષીય મૌલવી મોહમ્મદ શરીફ અબ્બાસભાઈ મરેડિયા (મૂળ રહે. બાદરગઢ, તા. પાલનપુર, જી. બનાસકાંઠા) ના કબજામાંથી ઉર્દૂ અને અરેબિક ભાષામાં લખાયેલા 15 જેટલા પુસ્તકો તેમજ મૌલવીએ પોતે લખેલી 60 પાનાની ડાયરી સહિતનું વાંધાજનક સાહિત્ય મળી આવ્યું હતું. આ સાહિત્ય દ્વારા બાળકોના મનમાં ઝેર ઘોળવામાં આવતું હોવાનો ખુલાસો થતાં વરતેજ પોલીસ મથકે ગુનો નોંધી મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ સાહિત્ય વધુ તપાસ માટે એફએસએલ (FSL) માં મોકલવામાં આવશે. ભરૂચ કનેક્શન સામે આવતાં SOG ટીમ ત્યાં પહોંચી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાવનગર આવ્યા પૂર્વે મૂળ બનાસકાંઠાનો મૌલાના ભરૂચ ખાતે રહીને અભ્યાસ કરતો હતો. ભરૂચથી જ તેને ભાવનગર લાવવામાં આવ્યો હોવાથી તેના તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે તે શોધવા માટે ભાવનગર SOG ની એક ખાસ ટુકડી મૌલાનાને સાથે રાખીને ભરૂચ તપાસ માટે પહોંચી છે. ત્યાંના સંવેદનશીલ વિસ્તારોમાં ભરૂચ સ્થાનિક SOG અને પોલીસને સાથે રાખીને તપાસનો દૌર આગળ ધપાવવામાં આવશે. ફંડિંગ પૂરું પાડનારા બે શખ્સો જેલહવાલે મદ્રેસા કેસમાં મૌલાનાને ભાવનગર લાવનારા અને તેને નાણાકીય ફંડિંગ પૂરું પાડનારા ભાવનગરના બે શખસો યુસુફ આરીફનાઈ મારજ્ઞણી અને અનસ મોહંમદસીદીક લાખાણીની પોલીસે અગાઉ જ ધરપકડ કરી લીધી હતી. આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ હાલમાં જિલ્લા જેલહવાલે કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ હાલ પોલીસ દ્વારા સિદસર 25 વારિયા વિસ્તારના સ્થાનિક રહીશો, મદ્રેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓની પણ સતત પૂછપરછ કરી સત્તાવાર નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    લુધિયાણામાં પોલીસ જવાને જ લેડી ઇન્સ્પેક્ટર પર કર્યો રેપ:ન્યૂડ વીડિયો બનાવ્યો, ઈન્સ્ટાથી શરુ થયેલી દોસ્તીની રેપ, બ્લેકમેલ અને છૂટાછેડા કરાવવા સુધીની કહાની...
    Next Article
    સનાથલથી બગોદરા સુધીનો રોડ બંધ:ઘુમાના હરીઓમ વિલામાં હજુ પણ પાણી, બાવળામાં રેસ્ક્યૂ માટે અમદાવાદ ફાયરબ્રિગેડની બે ગાડીઓ બોટ સાથે રવાના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment