Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર બાડાનો આઉટસોર્સ પ્લાનિંગ આસિસ્ટન્ટ 9 લાખની લાંચ લેતા ઝડપાયો:જમીનનો બિનખેતી પ્લાન મંજુર કરવા લાંચની માંગણી કરી'તી, ACBએ કાળિયાબીડ ટાંકી પાસેથી દબોચ્યો

    4 days ago

    ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (બાડા)ના આઉટસોર્સ્ડ પ્લાનિંગ આસિસ્ટન્ટ મીતુલ જગદીશભાઈ પાનસીણીયાને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ 27 ઓક્ટોબરના રોજ કાળિયાબીડ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે આવેલ કલ્યાણ જ્વેલર્સ નજીકથી રૂ.9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. શામપરા સિદસર ગામની સીમમાં આવેલી ખેતીની જમીનને બિનખેતી (NA) કરવા માટેનો પ્લાન મંજૂર કરવાના બદલામાં આ લાંચની માંગણી કરવામાં આવી હતી. 12 લાખમાં ડિલ ને 9 લાખ લેતાં જ દબોચાયો ફરિયાદી ખેડૂત છેલ્લા દોઢ વર્ષથી પોતાની જમીનનો પ્લાન મંજૂર કરાવવા માટે બાડા (BADA) કચેરી ખાતે પ્રક્રિયા કરી રહ્યા હતા. આ કામગીરી માટે આરોપી મીતુલ પાનસીણીયાએ શરૂઆતમાં 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ રકઝકના અંતે 12 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. આ રકમ પૈકી પ્રથમ હપ્તા તરીકે 9 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ACBએ કાળિયાબીડ ટાંકી પાસે છટકું ગોઠવ્યું હતું ખેડૂત લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ભાવનગર ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ACBના PI ટી.એસ. રીઝવી અને તેમની ટીમે કાળિયાબીડ ટાંકી પાસે છટકું ગોઠવ્યું હતું. આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રકમ સ્વીકારતા જ સ્થળ પર હાજર ACB સ્ટાફે તેને ઝડપી લીધો હતો. મીતુલ પાનસીણીયા વિરુદ્ધ ગુનો દાખલ આ બનાવ અંગે ACB દ્વારા આરોપી પ્લાનિંગ આસિસ્ટન્ટ મીતુલ પાનસીણીયા વિરુદ્ધ લાંચ રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દિવ્ય ભાસ્કરના રિયાલિટી ચેક બાદ જૂનાગઢ SOGની મોટી કાર્યવાહી:કમલેશ સોઢાના શંકાસ્પદ ઘીનો જથ્થો વેચનાર ડીલર દિલીપ વણઝારનો માલ સીઝ
    Next Article
    How Vaibhav Got 'Chocolate' From Gambhir And Co. While NZ Paid The Price

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment