Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં સર્વત્ર વરસાદ, હરણાવ નદીમાં નવા નીર:ધરોઈ જળાશયમાં પણ પાણીની આવક શરૂ થઈ

    14 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ખેડબ્રહ્માની હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે, જેને સ્થાનિકોએ વધાવ્યા હતા. આ ઉપરાંત, ધરોઈ જળાશયમાં પણ પાણીની આવક શરૂ થઈ છે. ગત રાત્રિ દરમિયાન પ્રાંતિજમાં પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય તાલુકાઓમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. હિંમતનગરના બેરણા રોડ પર ગત રાત્રે વરસાદને કારણે ભુવો પડતા એક કાર તેમાં ફસાઈ ગઈ હતી. આજે સવારથી પણ જિલ્લામાં હળવો વરસાદ ચાલુ રહ્યો છે. ખેડબ્રહ્માની હરણાવ નદીમાં નવા નીર આવતા નગરપાલિકા પ્રમુખ ડૉ. પ્રિયંકા ખરાડીના હસ્તે નદીમાતાની આરતી ઉતારવામાં આવી હતી અને ભારતીય પરંપરા મુજબ સાડી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને નગરજનોએ નવા નીરનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરી સારા વરસાદ, ખેડૂતોની સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની સરહદ પર આવેલા ધરોઈ જળાશયમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પાણીની આવક શરૂ થઈ છે. હાલ 45 ટકા ભરાયેલા આ જળાશયમાં 1500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. છેલ્લા 24 કલાક દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં નોંધાયેલો વરસાદ આ મુજબ છે: ખેડબ્રહ્મામાં 45 મિમી, વિજયનગરમાં 14 મિમી, વડાલીમાં 55 મિમી, ઇડરમાં 66 મિમી, હિંમતનગરમાં 27 મિમી, પ્રાંતિજમાં 56 મિમી, તલોદમાં 87 મિમી અને પોશીનામાં 41 મિમી વરસાદ નોંધાયો હતો.
    Click here to Read More
    Previous Article
    મોટીગોપ-ગોપનાથ માર્ગનું રૂ. 327.16 લાખે નવીનીકરણ પૂર્ણ:5.1 કિ.મી. માર્ગ બનતા શ્રદ્ધાળુઓને મળશે મોટી રાહત
    Next Article
    આણંદમાં 24 કલાકમાં સરેરાશ 8.27 ઇંચ વરસાદ:સોજિત્રામાં 11 ઇંચ, હવામાન વિભાગનું મધ્ય ગુજરાત માટે રેડ એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment