Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટીગોપ-ગોપનાથ માર્ગનું રૂ. 327.16 લાખે નવીનીકરણ પૂર્ણ:5.1 કિ.મી. માર્ગ બનતા શ્રદ્ધાળુઓને મળશે મોટી રાહત

    13 hours ago

    જામનગર જિલ્લાના મોટીગોપ ગામથી ગોપનાથ મહાદેવ મંદિર સુધીનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે નવનિર્મિત થયો છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૩૨૭.૧૬ લાખના ખર્ચે ૫.૧ કિલોમીટર લાંબા આ માર્ગનું નવીનીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આનાથી સ્થાનિક ગ્રામજનો અને દૂર-દૂરથી આવતા હજારો શ્રદ્ધાળુઓને મોટી રાહત મળશે. અગાઉ આ માર્ગ બિસ્માર અને ક્ષતિગ્રસ્ત હાલતમાં હતો, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને શ્રાવણ માસ અને ધાર્મિક તહેવારો દરમિયાન દર્શન માટે આવતા ભક્તોને જોખમી મુસાફરી કરવી પડતી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગે સમગ્ર માર્ગનું આધુનિક ધોરણે નવીનીકરણ હાથ ધર્યું હતું. નવીનીકરણ દરમિયાન પાણીના યોગ્ય નિકાલ અને માર્ગની મજબૂતાઈને ધ્યાનમાં રાખીને જરૂરી સ્થળોએ સિમેન્ટ કોંક્રીટ (સી.સી.) રોડ બનાવવામાં આવ્યો છે, જ્યારે બાકીના સમગ્ર માર્ગ પર ડામર રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરિણામે હવે માર્ગ વધુ સુરક્ષિત, સરળ અને સુવિધાસભર બન્યો છે. નવા માર્ગના નિર્માણથી માત્ર શ્રદ્ધાળુઓને જ નહીં, પરંતુ મોટીગોપ અને આસપાસના ગામોના ખેડૂતો, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક નાગરિકોને પણ દૈનિક અવરજવરમાં મોટી સુવિધા મળશે. વાહનોની સરળ અવરજવરથી સમય અને ઈંધણની બચત થશે તેમજ ગ્રામ્ય વિસ્તારના વિકાસને પણ નવી ગતિ મળશે. માર્ગનું નવીનીકરણ પૂર્ણ થતાં સ્થાનિક ગ્રામજનો અને ગોપનાથ મહાદેવના ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આગામી શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા ભક્તોને આ નવા માર્ગનો સીધો લાભ મળશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં વરસાદથી તબાહીની તસવીર:કરોડોના બંગલા ફરતે પાણી, રસ્તા પર વાહનો ડૂબ્યા'ને બોટ ચાલી
    Next Article
    સાબરકાંઠામાં સર્વત્ર વરસાદ, હરણાવ નદીમાં નવા નીર:ધરોઈ જળાશયમાં પણ પાણીની આવક શરૂ થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment