Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં 24 કલાકમાં સરેરાશ 8.27 ઇંચ વરસાદ:સોજિત્રામાં 11 ઇંચ, હવામાન વિભાગનું મધ્ય ગુજરાત માટે રેડ એલર્ટ

    15 hours ago

    આણંદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને રાહત પોર્ટલના સત્તાવાર આંકડા મુજબ, જિલ્લાના તમામ 8 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 8.27 ઇંચ (210.13 મીમી) વરસાદ પડ્યો છે. આ સાથે મોસમનો કુલ સરેરાશ વરસાદ 42.38 ટકા પર પહોંચી ગયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ સોજિત્રા તાલુકામાં 11.25 ઇંચ નોંધાયો છે. પેટલાદ તાલુકામાં 10.03 ઇંચ અને તારાપુર તાલુકામાં 6.76 ઇંચ વરસાદ પડ્યો છે. આ ત્રણ તાલુકાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બોરસદ અને આણંદ તાલુકામાં પણ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આંકલાવમાં 5.59 ઇંચ, ઉમરેઠમાં 5.07 ઇંચ અને ખંભાળતમાં 5.02 ઇંચ વરસાદ થયો છે. મોસમની દ્રષ્ટિએ, સોજિત્રા તાલુકાએ તેની વાર્ષિક સરેરાશના 50.22 ટકા વરસાદ મેળવી લીધો છે. આગામી સમય માટે હવામાન વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે આણંદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં અત્યંત ભારેથી અસાધારણ વરસાદની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા તમામ તાલુકાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં સર્વત્ર વરસાદ, હરણાવ નદીમાં નવા નીર:ધરોઈ જળાશયમાં પણ પાણીની આવક શરૂ થઈ
    Next Article
    મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ ખોલાયા:મોરબીના અન્ય 4 ડેમ ઓવરફ્લો: 10 ડેમમાં નવા નીર; મોરબી-માળિયાના 29 ગામોને એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment