Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ ખોલાયા:મોરબીના અન્ય 4 ડેમ ઓવરફ્લો: 10 ડેમમાં નવા નીર; મોરબી-માળિયાના 29 ગામોને એલર્ટ

    19 hours ago

    મોરબીના મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલીને 18,578 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ ડેમમાંથી મોરબી શહેર તેમજ મોરબી અને માળિયા તાલુકાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. પાણી છોડતા પહેલા સિંચાઈ વિભાગ દ્વારા 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ડેમના ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની વિપુલ આવક થઈ હતી. શુક્રવારે સવારથી શનિવારે સવાર સુધી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે ડેમ 100 ટકા ભરાઈ ગયો. સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે 6 વાગ્યે મચ્છુ 2 ડેમમાં 1256 MCFT પાણી હતું, જે તેની ક્ષમતાના 40% હતું. જોકે, શનિવારે સવારે 6 વાગ્યે ડેમ તેની પૂર્ણ સપાટી 3104 MCFT સુધી 100% ભરાઈ ગયો હતો. માત્ર 24 કલાકમાં ડેમમાં કુલ જળ જથ્થાના 60% જેટલો પાણીનો જથ્થો આવ્યો હતો. ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નદીના પટમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમજ નદીના પટમાં કોઈ વ્યક્તિએ અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી હતી. સિંચાઈ વિભાગ દ્વારા જે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમાં જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર નદી, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, વીરવિદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળીયા મીયાણાનો સમાવેશ થાય છે. 10 જેટલા સ્થાનિક ડેમમાં નવા નીરની આવક આ વરસાદને પગલે મોરબી જિલ્લાના 10 જેટલા સ્થાનિક ડેમમાં નવા નીરની આવક થઈ છે. તેમાંથી બ્રાહ્મણી-૨, ઘોડાધ્રોઈ, મચ્છુ-૨ અને મચ્છુ-૩ ડેમ ઓવરફ્લો થયા છે. ખાસ કરીને, મહાકાય મચ્છુ-૨ ડેમ ઓવરફ્લો થતાં તેના ચાર દરવાજા ૭ ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે સવારથી મોરબી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ આકાશમાં હજુ પણ કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે. હવામાન વિભાગ દ્વારા આજે મોરબી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે વધુ વરસાદ થવાની શક્યતાઓ છે. ભારે વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી હતી. વાંકાનેર શહેરમાં 24 કલાકમાં ૭ ઇંચ વરસાદ પડતાં નેશનલ હાઈવે, સર્વિસ રોડ અને સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મોરબી શહેરમાં પણ 4.5 ઇંચ વરસાદને કારણે મહારાણા પ્રતાપ સર્કલ, હાઉસિંગ બોર્ડ, ઋષિકેશ વિદ્યાલય પાસેની સોસાયટીઓ અને કુબેરનગર જેવા વિસ્તારોમાં લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. આ પરિસ્થિતિએ તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આણંદમાં 24 કલાકમાં સરેરાશ 8.27 ઇંચ વરસાદ:સોજિત્રામાં 11 ઇંચ, હવામાન વિભાગનું મધ્ય ગુજરાત માટે રેડ એલર્ટ
    Next Article
    Jhandu Kumar Opens India's CWG 2026 Account With Powerlifting Bronze

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment