Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમરગામના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી:અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવા અધિકારીઓને આદેશ આપ્યા

    18 hours ago

    વલસાડ જિલ્લામાં એક જ દિવસમાં 42.56 ઇંચના રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઉમરગામ તાલુકામાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓને નુકસાનનો સર્વે તાત્કાલિક પૂર્ણ કરી અસરગ્રસ્તોને વિલંબ વિના સરકારી સહાય પહોંચાડવા કડક સૂચના આપી હતી. નાયબ મુખ્યમંત્રીએ ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર અને પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલ પાસેથી પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમણે ભીલાડ, સાતનાળા અને ધોડીપાડા સહિતના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ વરસાદથી થયેલા નુકસાનનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન, તેમણે સ્થાનિક રહેવાસીઓ સાથે સીધી વાતચીત કરી પૂર દરમિયાન ભોગવેલી મુશ્કેલીઓ વિશે જાણકારી મેળવી હતી. અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે સ્થળ પર હાજર અધિકારીઓને જરૂરી કાર્યવાહી શરૂ કરવા સૂચના અપાઈ હતી. ખેડૂતો, પશુપાલકો તેમજ વરસાદથી નુકસાન પામેલા તમામ પરિવારોને સરકારની વિવિધ સહાય યોજનાઓનો સમયસર લાભ મળે તે માટે સંબંધિત વિભાગોને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિતના આગેવાનો અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું:ભયજનક જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ, શાહપુર પાસેની નદીમાં જોખમી રીતે ફિશીંગ પ્રવૃતિઓએ માઝા મૂકી
    Next Article
    MS યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓનો ધસારો:31 દેશોના 109 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો, સૌથી વધુ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment