Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MS યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓનો ધસારો:31 દેશોના 109 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો, સૌથી વધુ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ

    23 घंटे पहले

    વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) વૈશ્વિક શૈક્ષણિક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ સતત મજબૂત કરી રહી છે. ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના સત્તાવાર આંકડા અનુસાર શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 31 દેશોના કુલ 109 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ મેળવ્યો છે. બાંગ્લાદેશના સૌથી વધુ વિદ્યાર્થીઓ, USA અને રશિયાથી પણ વિદેશી છાત્રો જોડાયા. દેશવાર વિગતોમાં આ વખતે બાંગ્લાદેશ પ્રથમ ક્રમે રહ્યું છે. આ ઉપરાંત ભૂટાન, બ્રાઝિલ, અમેરિકા (USA), રશિયા, ઇન્ડોનેશિયા, કેન્યા, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને મેડાગાસ્કર સહિત કુલ 31 દેશોના વિદ્યાર્થીઓએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પર પોતાનો પસંદગીનો કળશ ઢોળ્યો છે. ટેકનોલોજી અને સાયન્સ ફેકલ્ટી રહી પ્રથમ પસંદગી વિદેશી વિદ્યાર્થીઓમાં ટેકનિકલ અને સાયન્સ કોર્સ માટે ભારે આકર્ષણ જોવા મળ્યું છે: હજુ પ્રવેશ સંખ્યા વધવાની શક્યતા: યુનિવર્સિટી તંત્ર ઑફિસ ઑફ ઇન્ટરનેશનલ અફેર્સના ઇન્ચાર્જ ડિરેક્ટર ડૉ. રણજિતસિંહ દેવકરે જણાવ્યું હતું કે, "31 દેશોના 109 વિદ્યાર્થીઓનો પ્રવેશ એ યુનિવર્સિટીની વધતી વૈશ્વિક છાપનું પ્રતિબિંબ છે. પ્રવેશ પ્રક્રિયા હજુ ચાલુ હોવાથી આ સંખ્યામાં વધુ વધારો થશે. અમે દરેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીને સમૃદ્ધ વાતાવરણ પૂરું પાડવા કટિબદ્ધ છીએ." જાહેર સંપર્ક અધિકારી (OSD) પ્રો. હિતેશ ડી. રવિયાએ ઉમેર્યું હતું કે, વિદેશી વિદ્યાર્થીઓની હાજરીથી યુનિવર્સિટીનું કેમ્પસ બહુસાંસ્કૃતિક બને છે, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શિક્ષણ ક્ષેત્રના ઉમદા વારસાને આગળ ધપાવે છે.
    Click here to Read More
    Previous Article
    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમરગામના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી:અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવા અધિકારીઓને આદેશ આપ્યા
    Next Article
    7 Missing In 2 Assam Districts, 25% Flood-Hit Areas Not Reachable

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment