Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું:ભયજનક જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ, શાહપુર પાસેની નદીમાં જોખમી રીતે ફિશીંગ પ્રવૃતિઓએ માઝા મૂકી

    19 hours ago

    રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવેલા નદીઓ, તળાવો, નહેરો અને દરિયા જેવા જળાશયોમાં નહાવા પડેલા નાગરિકોના ડૂબી જવાથી અકાળે અવસાન થવાની હૃદયદ્રાવક ઘટનાઓ સતત સામે આવી રહી છે. આવી ગંભીર દુર્ઘટનાઓ પર અંકુશ મેળવવા અને આમ જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી ગાંધીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે દ્વારા એક મહત્વપૂર્ણ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ અંતર્ગત તમામ જોખમી અને ભયજનક જળસંચયોમાં સામાન્ય નાગરિકો કે પ્રવાસીઓના પ્રવેશવા પર સંપૂર્ણપણે રોક લગાવી દેવામાં આવી છે. ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલું આ પ્રતિબંધાત્મક જાહેરનામું તારીખ 24 જુલાઈથી લઈને 21 સપ્ટેમ્બર સુધી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં કડક રીતે અમલી રહેશે. સરકારી ફરજ પર તૈનાત અધિકારીઓ અને કર્મચારીઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાની શરતોનો ભંગ કરનાર કોઈપણ શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ નિયમોનું પાલન કરાવવા અને દોષિતો સામે ફરિયાદ નોંધાવવા માટે હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉચ્ચ હોદ્દો ધરાવતા પોલીસ અધિકારીઓને કાયદાકીય રીતે અધિકૃત કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસને તમામ નાગરિકો અને પ્રવાસીઓને પોતાની સુરક્ષા ખાતર ભયજનક જળાશયોથી દૂર રહેવા અને તંત્રને પૂરતો સહયોગ આપવા અપીલ કરી છે. જાહેરનામા વચ્ચે શાહપુર બ્રિજ પાસે સ્થાનિકોનો જીવસટોસટનો ખેલ તંત્ર દ્વારા લેવાયેલા આ કડક નિર્ણય વચ્ચે એક ચિંતાજનક દ્રશ્ય પણ સામે આવ્યું છે. કલેક્ટરના જાહેરનામાની જાહેરાત થાય તે પૂર્વે જ શાહપુર બ્રિજ નીચેથી પસાર થતી સાબરમતી નદીના છીછરા વહેણમાં સ્થાનિકો જીવના જોખમે માછલી પકડવા ઉતરી પડ્યા હતા. સ્થાનિક યુવાનો હાથમાં જાળ લઈને વહેતા પાણીમાં ઉતરી માછલીઓ પકડવા માટે જોખમ ખેડતા જોવા મળ્યા હતા. ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાંથી પાણીની આવક અચાનક વધવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે, તેવામાં નદીના પાણી છીછરા દેખાતા હોવા છતાં તેમાં ઉતરવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સ્થાનિકોની આ બેદરકારી કોઈપણ ક્ષણે મોટી હોનારતમાં પરિણમી શકે તેમ હોવાથી તંત્ર દ્વારા આવા વિસ્તારોમાં કડક પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવું અત્યંત જરૂરી બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં પૂર બાદ સામાન્ય જનજીવન ઝડપથી પૂર્વવત કરવા તંત્ર સક્રિય:પ્રભારી સચિવની ઉચ્ચસ્તરીય બેઠક, પુનઃસ્થાપન અને સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા નિર્દેશ
    Next Article
    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમરગામના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી:અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવા અધિકારીઓને આદેશ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment