Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં પૂર બાદ સામાન્ય જનજીવન ઝડપથી પૂર્વવત કરવા તંત્ર સક્રિય:પ્રભારી સચિવની ઉચ્ચસ્તરીય બેઠક, પુનઃસ્થાપન અને સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા નિર્દેશ

    21 hours ago

    વલસાડ જિલ્લામાં તાજેતરના પૂર બાદ સામાન્ય જનજીવન ઝડપથી પૂર્વવત કરવા રાજ્ય સરકારે વહીવટી તંત્રને સક્રિય કર્યું છે. આ સંદર્ભે, જિલ્લા પ્રભારી સચિવ રેમ્યા મોહને શુક્રવારે જિલ્લા વહીવટી તંત્ર સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં પૂર બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને રાહત, પુનઃસ્થાપન તેમજ સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા નિર્દેશ અપાયા હતા. પ્રભારી સચિવે જણાવ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી ઝડપી બનાવવા રાજ્ય સરકારે વધારાના અધિકારીઓની નિમણૂક કરી છે. આ અધિકારીઓને તેમની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપી તાત્કાલિક મેદાનમાં ઉતરી લોકોની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવા સૂચના અપાઈ હતી. પૂરનું પાણી ઓસર્યા બાદ શહેરો અને નગરપાલિકા વિસ્તારોમાં સ્વચ્છતા એક મોટો પડકાર છે. આથી, પ્રભારી સચિવે તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરોને વધારાના સફાઈ કર્મચારીઓ ફાળવી સફાઈ કામગીરીને વેગ આપવા જણાવ્યું. ગંદકીથી ચેપી બીમારી ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને સતર્ક રહેવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા પણ સૂચના અપાઈ હતી. બેઠકમાં વીજ પુરવઠાની સ્થિતિની પણ સમીક્ષા થઈ. પ્રભારી સચિવે નિર્દેશ આપ્યા કે જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે ત્યાં તાત્કાલિક સમારકામ કરી અસરગ્રસ્ત ગામો અને વિસ્તારોમાં વીજળી પૂર્વવત કરવામાં આવે, જેથી લોકોને મુશ્કેલી ન પડે. અધિકારીઓને દરેક વિભાગ વચ્ચે સંકલન જાળવી કામગીરી કરવા અને રાહત-પુનઃસ્થાપનની કામગીરીમાં વિલંબ ન થાય તેની તકેદારી રાખવા સૂચના અપાઈ. અસરગ્રસ્ત નાગરિકોને જરૂરી સરકારી સહાય સમયસર મળી રહે તે માટે પણ પગલાં ભરવા ભાર મુકાયો. આ બેઠકમાં ગુજરાતના કમિશનર ઓફ રિલીફ આલોક કુમાર પાંડે, કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ અને વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જિલ્લામાં ચાલી રહેલી રાહત અને પુનઃસ્થાપનની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી.
    Click here to Read More
    Previous Article
    પેપર લીક કેસ- નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 ઑફિસર બરતરફ:કાયદાકીય અને ક્રિમિનલ એક્શન પણ થશે; એક દિવસ પહેલાં શિક્ષણ સચિવને હટાવાયા હતા
    Next Article
    ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું:ભયજનક જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ, શાહપુર પાસેની નદીમાં જોખમી રીતે ફિશીંગ પ્રવૃતિઓએ માઝા મૂકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment